Book Title: Nyayavatar Sutra
Author(s): Sukhlal Sanghvi
Publisher: Shardaben Chimanbhai Educational Research Institute

View full book text
Previous | Next

Page 10
________________ ભાયાવતાર ઉમાસ્વાતિ છે. આચાર્ય કુંદકુંદ પોતાના દાર્શનિક વિચારોને માત્ર પ્રાકૃતમાં ગુંથે ત્યારે સિદ્ધસેન દિવાકર પોતાના દાર્શનિક વિચારો વર્ણવવા સંસ્કૃત પ્રાકૃત બને ભાષાનો આશ્રય લે છે. પ્રાકૃતમાં સંમતિપ્રકરણ લખે છે અને સંસ્કૃતમાં બીજી બત્રીસીઓ ઉપરાંત ન્યાયાવતાર લખે છે. તર્કગ્રન્થ રચવા માટે બન્ને ભાષાની દિવાકરજીની પસંદગી એ ખાસ ધ્યાન આપવા જેવી બાબત છે. (૨) ભારતીય દર્શન સાહિત્યમાં રચનારૌલીના અનેકયુગો છે. સૂત્રયુગ, ભાષ્યયુગ, વાર્તિકયુગ અને ટીકાયુગ. એ યુગો ગદ્યના થયા. અનુછુયુગ અને વિવિધછન્દયુગ એમ પદ્યના પણ ત્રણ યુગ છે. ઈશ્વરકૃષ્ણની કારિકા એ વૈદિકદર્શન સાહિત્યમાં આર્યાયુગની પ્રથમકૃતિ. નાગાર્જુનની માધ્યમિક કારિકા એ બૌદ્ધ સંસ્કૃતિ દર્શન સાહિત્યની પ્રથમ અનુછુપકૃતિ. વાચક ઉમાસ્વાતિની પદ્ય કૃતિઓ જૈન દર્શન સાહિત્યમાં આર્યાયુગની પ્રથમકૃતિ છે. આચાર્ય કુંદકુંદની પ્રાકૃત કૃતિઓ જૈન સાહિત્યમાં પ્રથમથી જ રૂઢ થયેલા ગાથા છંદના નમુના છે. સંમતિતર્કના મૂળ માટે પસંદ કરાએલ ગાથા છંદ એ તો જૈન સાહિત્યનો પ્રથમથી જ રૂઢ છંદ છે પણ બત્રીસીઓમાં પસંદ કરાએલ અનુછુપ, ઉપજાતિ, વસંતતિલકા, પૃથ્વી આદિ વિવિધ છંદો એ સંસ્કૃત દાર્શનિક જૈન સાહિત્યમાં સર્વ પ્રથમ છે. ન્યાયાવતાર માટે અનુષ્ટ્ર છંદની પસંદગી એ પણ સમન્તભદ્રની આપ્તમીમાંસાના અનુછુપ છંદની પેઠે જૈન ન્યાયસાહિત્યમાં ધ્યાન ખેંચનારી બાબત છે. (૩) વિદ્વાનોમાં નામકરણના ખાસયુગો પ્રવર્તે છે. કયારેક કોઈ વિશિષ્ટ કૃતિને લીધે તેનું અમુક નામ સવિશેષ વિદ્વપ્રિય અને લોકપ્રિય થયું એટલે અમુક વખત સુધી એ નામનું અનુકરણ બહુ થવા લાગે છે અને તેથી તે નામનો યુગ પ્રવર્તે છે. ગીતા એ નામ લોકપ્રિય થતાં અનેક વિદ્વાનોએ ગીતા નામ આપી અનેક કૃતિઓ રચી. દર્શન સાહિત્યકમાં વાર્તિક, બિંદુ, સમુચ્ચય, મુખ આદિ પદો અંતમાં હોય એવા અનેક નામોના યુગ પ્રવર્તેલા છે. જેમકે પ્રમાણવાર્તિક, મીમાંસા શ્લોકવાર્તિક, ન્યાયવાર્તિક, તત્ત્વાર્થ સજવાર્તિક, તત્ત્વાર્થ શ્લોકવાર્તિક આદિ. હેતુબિન્દુ, ન્યાયબિંદુ, તત્ત્વબિંદુ, યોગબિન્દુ, ધર્મબિન્દુઆદિ. શિક્ષા સમુચ્ચય, પ્રમાણ સમુચ્ચય, શાસ્ત્રવાર્તા સમુચ્ચય, યોગદષ્ટિ સમુરારા આદિ. હેતુમુખ, પરીક્ષામુખ આદિ.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58