________________
ન્યામાતાર
ન્યાયાવતાર, ન્યાયપ્રવેશ, ન્યાયબિંદુ, ન્યાયસાર જેવાં નામો એ એવા કોઈ ખાસ યુગનું જ પરિણામ છે. ન્યાયપ્રવેશના કર્તા બૌદ્ધ વિદ્વાન્ દિગ્દાગ અને ન્યાયાવતારના કર્તા સિદ્ધસેનના પૌર્વાપર્ય વિષે નિશ્ચિતપણે અત્યારે કંઈ પણ કહેવું તે કઠિન છે છતાં ઘણા કારણસર એવી કલ્પના થઈ આવે છે કે એ બે ગ્રંથોમાંથી કોઈ-એકમાં બીજાના અનુકરણની છાયા અવશ્ય
છે.
આંતરિક સ્વરૂપ -મુખ્ય પ્રતિપાધ્ય વસ્તુ, તેના ભેદ પ્રભેદો, કેટલાંક ખાસ નામો અને પરિભાષાઓ, મતવિશેષનું સમર્થન કે નિરાકરણ, તેમ જ એ બધામાં અમુક દૃષ્ટિબિંદુ; આટલી બાબતો ગ્રંથના અત્યંતર સ્વરૂપમાં પ્રધાન હોય છે. તેથી એ બાબતો લઈ ઈતર ગ્રન્થો સાથે ન્યાયાવતારની તુલના કરવામાં બેવડો લાભ છે એમ ધારી અહિં એવી તુલના કરવી ધારી છે.
ન્યાયાવતારનો મુખ્ય વિષય જૈન દષ્ટિએ પ્રમાણોનું નિરૂપણ કરવું એ છે. એમાં આગમ પ્રસિદ્ધ જ્ઞાનના પાંચ પ્રકારો કે પ્રમાણના પ્રત્યક્ષ, અનુમાનાદિ ચાર પ્રકારોનું વર્ણન નથી. પણ આગમોમાં ઉલ્લિખિત અને તત્ત્વાર્થ સૂત્રમાં ખાસ સ્થાન પામેલ પ્રત્યક્ષ અને પરોક્ષ એવા બે પ્રકારના પ્રમાણનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
ન્યાયાવતારમાં પ્રમાણસામાન્યની અને તેના ભેદોની વ્યાખ્યા એટલી બધી વિચારપૂર્વક બંધાએલી છે કે પાછળની સદીઓમાં જૈન ન્યાયશાસ્ત્રનો પૂરતો વિકાસ થવા છતાં પણ શ્વેતાંબર કે દિગંબર કોઈ આચાર્યને ન્યાયાવતારની વ્યાખ્યાઓમાં માત્ર શાબ્દિક પરિવર્તન સિવાય કશું જ ઉમેરવું પડ્યું નથી.
દિગ્નાગના ન્યાયપ્રવેશ, ધર્મકીર્તિના ન્યાયબિંદુ અને શાંતિરક્ષિતના તત્ત્વસંગ્રહમાં બૌદ્ધદર્શન સંમત બે પ્રમાણોનું નિરૂપણ છે પણ તે બે ન્યાયાવતાર કરતાં જુદાં છે. અર્થાત્ તેમનું નામ પ્રત્યક્ષ અને અનુમાન છે. જા કે ન્યાયાવતારમાં પ્રથમત: પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે પ્રમાણો જ કહેવામાં આવ્યા છે છતાં તેમાં પરોક્ષના નિરૂપણમાં તેના અનુમાન અને આ એવા બે ભેદોનું નિરૂપણ હોવાથી એકંદર પ્રત્યક્ષ, અનુમાન,