Book Title: Navkar Mantra Ya Panch Parmeshthi ane Avashyak ke Pratikramannu Rahasya
Author(s): Sukhlal Sanghvi
Publisher: Jain Yuvak Seva Samaj

View full book text
Previous | Next

Page 28
________________ આચારનું શ્રવણ ગણધરોએ પ્રથમ શા માટે ? અર્થાત સામાયિક રૂપ જૈન ધર્મના આત્માનું પ્રથમ પ્રથમ ગણધરોએ જે શ્રવણ કર્યું તેનું પ્રયોજન પરંપરાએ મોક્ષ છે એવું આ ગાથાઓમાં બતાવવામાં આવ્યું છે. તેમાં ગણધરેએ સામાયિક સૂત્ર રચ્યાની ગંધ સરખી પણ નથી. સામાયિક આચાર સાંભળો, તેને જીવ નમાં ઉતારે, તેનું ફળ મેળવવું, તેને વિચાર કરે એ જુદી વાત છે અને સામાયિક સૂત્રની શાબ્દિક રચનાને વિચાર એ જુદી વાત છે. સામાયિક આચારના શ્રવણ સાથે સામાયિક સૂત્રની શાબ્દિક રચનાને ભેળવી દેવી અને સામાયિક આચારના પ્રથમ સાંભળનારને સામાયિકસૂત્રના રચયિતા કહેવા એ ભ્રાંન્તિ નથી શું ? (૩) એજ ગૂજરાતી અનુવાદના ઉપોદઘાતની ટીપમાં ત્રીજું પ્રમાણ નિર્ગમઠાર વિષેનું છે, તેને લગતી ગાથા આ છે मिच्छत्ताइतमाओ स निग्गओ जह य केवलं पत्तो । जह य पसूर्य तत्तो सामाइयं तं पवक्खामि ॥ वि० आ० भा० पृ० ६६३ । આનો અર્થ સામા પક્ષકારની જરાયે તરફેણમાં નથી જ. આ ગાયામાં તે ભગવાનશ્રી મહાવીરનું મિથ્યાત્વથી નિર્ગમન થયું, તેઓશ્રી જે પ્રકારે કેવલજ્ઞાન પામ્યા અને તેઓશ્રીથી સામાયિક જે રીતે પ્રગટ થયું તેનું વર્ણન કરવાની પ્રતિજ્ઞા માત્ર છે. આમાં તે એટલું જ કથન છે કે ભગવાનથી સામાયિક આચાર શી રીતે ઉદ્દભવ્યા; પરંતુ આ ગાળામાં સામાયિક સૂત્ર કે અન્ય આવશ્યક સૂત્રની શાબ્દિક રચના સંબંધમાં કશું જ સૂચન કે કથન નથી. સામાયિકધર્મ ભગવાને પ્રગટાવ્યા અને શ્રી ગણધરેએ ઝીલે; તેની તો કોણ ના પાડે છે? પ્રશ્ન સત્રરચનાનો છે, તેની સાથે આચારના ઉપદેશને સંબંધ નથી. તેથી આ પ્રમાણે પણ ગ્રાહ્યુ થઈ શકતું નથી. (૪૬ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96