Book Title: Navkar Mantra Ya Panch Parmeshthi ane Avashyak ke Pratikramannu Rahasya
Author(s): Sukhlal Sanghvi
Publisher: Jain Yuvak Seva Samaj

View full book text
Previous | Next

Page 70
________________ મૂલ આવશ્યક સૂત્ર વાળો ભાગઃ આજકાલની પ્રચલિત સમાચારીમાં જ્યાં પ્રતિક્રમણની સ્થાપના કરાય છે ત્યાંથી માંડીને નમતુ વર્ષમાનાથની સ્તુતિ સુધીમાં છ આવશ્યક પૂર્ણ થઈ જાય છે, તેથી એ તે સ્પષ્ટ જ છે કે પ્રતિક્રમણની સ્થાપનાની પહેલાં કરાતા જૈ જવંદનને ભાગ તેમજ નમોસ્તુ વધમાના ની રસુતિ પછી બેલાતાં સ્તવન, સજઝાય, શાન્તિ આદિ, ભાગ છ આવશ્યકની બહાર છે; આ કારણથી આ વસ્તુઓ મૂલ આવશ્યકમાં ન હોય તે સ્વાભાવિક જ છે. વળી ભાષાદ્રષ્ટિએ જોઈએ તો પણ એ સિદ્ધ થાય છે કે અપ્રભ્રંશ, સંસ્કૃત હિંદી અને ગુજરાતી ભાષાના ગદ્ય કે પદ્ય સૈતિક હોઈ શકે નહિ; કારણકે સંપૂર્ણ “મૂલ આવશ્યક પ્રાકૃત ભાષામાં જ છે. પાકૃતભાષામય ગદ્યપદ્યમાંના પણ જેટલા સૂત્રો ઉપર્યુક્ત બે રીત પ્રમાણે મૌલિક જણાવ્યા છે, તે સિવાયના બીજા સૂત્રોનું મૂલ આવશ્યકના માનવાનું પ્રમાણ હજી સુધી અમારા ધ્યાનમાં આવ્યું નથી.તેથી એ સમજવું જરૂરનું छे सातलाख,अढार पापस्थानक आयरिए उवज्झाए,वेयाव गराणं, पुक्खवरदीवढे, सिद्धार्थ बुद्धाणं, सुअदेवया भगवड આદિ પૂર્વ અને “ તુ વર્ષમાના” આદિ જે સૂત્રો બેલાય છે તે સર્વ મૈલિક જણાતા નથી; જે કે “સાવિ કલાપ, જુહાર, ઉત્તળ યુદ્ધા ” આદિ મૌલિક નથી તે પણ પાચીને તે છે જ; કેમકે તેનો ઉલ્લેખ કરી શ્રી હરિભદ્રસુરિએ તેની વ્યાખ્યા પણ કરી છે. આ પરીક્ષણ વિધિનો અર્થ એ નથી કે જે સત્ર માલિક નથી તેમનું મહત્વ ઓછું છે; અહીં તે દેશ, કાલ, રૂચિ આદિના પરિવર્તન અનુસાર “આવશ્યકક્રિયા” ના સુત્રોમાં અને ભાષામાં કેવી રીતે પરીવર્તન થવા પામ્યું છે તે જ માત્ર બતાવવાનું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96