Book Title: Navkar Mantra Ya Panch Parmeshthi ane Avashyak ke Pratikramannu Rahasya
Author(s): Sukhlal Sanghvi
Publisher: Jain Yuvak Seva Samaj
View full book text
________________
છે આવશ્યકનું પણ નિરુપણ છે, પ્રત્યેક આવશ્યનું વર્ણન કરતી ગાથામમાં અધિકાંશ ગાથાઓ પશુ તેજ છે જે શ્વેતાંબર સપ્ર મમાં પ્રસિદ્ધ શ્રીભદ્રભાઙ્ગસ્વામિકૃત નિર્મુક્તિમાં છે.
" ભલાચારઃ ૩
મૂલાચારને સમય ઠીક માલમ નથી; પરન્તુ તે પ્રાચીન છે.. તેના કર્તા શ્રોવટકૅરસ્વામિ વટકેર એ નામજ સુચન કરે છે કે મૂલાચારના કર્તા સભવતઃ કર્ણાટકમાં· થયા હશે છે. આ કલ્પનાની પુષ્ટિનું કારણ એ પણ એક છે કે દિગમ્બર સપ્રદાયના પ્રાચીન મહાન સાધુ ભટ્ટારક અને વિદ્વાન વધારે તા કર્ણાટકમાં થયા છે; તે દેશમાં દિગંબર સ ંપ્રદાયનું પ્રભુત્વ તેવુંજ છે, જેવું ગુજરાતમાં શ્વેતાંબર સંપ્રદાયનું પ્રભુત્વ.
મૂલાચારમાં શ્રીભમ્બાહ્કૃત નિયુક્તિગત ગાથાએ મળે છે. એ બહુ અર્થસૂચક છે, તેનાથી શ્વેતાંબર દિગંબર સંપ્રદાયની માલિક એકતાના સમયનુ કાંઇક ભાન થાય છે, પરન્તુ એ એ સપ્ર દાયાના ભેદ ઢ થઇ ગયા પછી દિગમ્બર આચાર્યાએશ્વેતાંબર સંપ્રદાયદ્વારા સુરક્ષિત આવશ્યક નિયુક્તિની ગાથાએ લઇ જેમની તેમ અથવા કાંઇક ફેરફાર સાથે પેાતાની કૃતિઓમાં ઉતારી લીધી છે એવી કલ્પના અનેક કારણાને લઇ કરી શકાતી નથી.
દક્ષિણ દેશમાં શ્રીભદ્રબાહુ સ્વામીના સ્વર્ગવાસ થયે તેને પ્ર સિદ્ધ છે. તેથી વિક સભવ એવા છે કે શ્રીભદ્રબાહુસ્વામિની એક શિષ્યપરપરા જે દક્ષિણમાં રહી અને આગળ જતાં જે દિગબર સંપ્રદાયમાં પરિણામ પામી તેણે પેાતાના ગુરૂની કૃતિને સ્મરણમાં રાખ; પરન્તુ ક્રમશઃ તે સંપ્રદાયમાં સાધુપરંપરા વિરલ થતી ગ તેથી તેમાં માત્ર આવશ્યકનિયુકિતજ નહિ, પણ તે ઉપરાન્ત મૂલ. આવશ્યક સૂત્ર પણ ત્રુટિત અને વિરલ થઇ ગયું.
( ૧૨ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com