Book Title: Navkar Mantra Ya Panch Parmeshthi ane Avashyak ke Pratikramannu Rahasya
Author(s): Sukhlal Sanghvi
Publisher: Jain Yuvak Seva Samaj
View full book text
________________
અધ્યયન જે સામાયિક અધ્યનના નામથી પ્રસિદ્ધ છે તેના પર પણ મોટા મેટા ટીકા ગ્રન્થ લખાયેલા છે. સૌથી પહેલાં સામાયિક અધ્યયનની નિયુક્તિ પર શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે પ્રાકૃતપદ્યમય ભાષ્ય રચ્યું જે વિશેષ આવશ્યક ભાષ્યને નામે પ્રસિદ્ધ છે, તે બહુ માટે અને મહત્ત્વપૂર્ણ ગ્રન્થ છે. આ ભાષ્ય ઉપર તેમણે પોતે જ સંસ્કૃત ટીકા લખી છે જે ઉપલબ્ધ નથી. શ્રીકેટયાચાર્ય જેમનું બીજું નામ શ્રી શીલાંકરિ છે અને જેમણે આચારાંગ અને સત્રકૃતાંગની ટીશ્ચ રચી છે તેમણે પણ ઉપરોક્ત વિશેષ આવશ્યક ભાગ્ય પર ટીકા લખી છે; શ્રી હેમચંદ્ર મલધારીએ પણ ઉપર્યુક્ત ભાષ્ય પર બહુજ ગંભીર અને વિશદ (સ્પષ્ટ) ટીકા લખી છે. આવશ્યક અને વેતાંબર દિગંબર સંપ્રદાયઃ
આવશ્યક ક્રિયા એ જૈનત્વનું મુખ્ય અંગ છે તેથી તે ક્રિયા તેમજ તે ક્રિયાયક આવશ્યકસૂત્ર એ બન્ને જૈન સમાજની ગ્લેતાંબર અને દિગંબર એ બન્ને શાખાઓમાં અસ્તિત્વ ધરાવે એ સ્વાભાવિક જ છે.
. વેતાંબર સંપ્રદાયમાં સાધુપરંપરા અવિચ્છિન્ન ચાલુ રહેવામાં સાધુ અને શ્રાવક એ બન્નેના આવશ્યકક્રિયાવિધિ તેમજ આવશ્યકસુત્ર મૈલિક (અસલી) રૂપમાંજ મળી આવે છે; એથી ઉલટું દિગં. બર સંપ્રદાયમાં સાધુપરંપરા વિરલ અને વિચ્છિન્ન થઈ તેથી સાધુ સંબંધી આવશ્યકક્રિયાતો લુપ્તપ્રાય છે. પરંતુ તેની સાથે સાથેજ શ્રાવક સંબંધી આવશ્યકક્રિયા પણ ઘણે ભાગે વિરલ થઈ ગઈ છે તેથી દિગંબર સંપ્રદાયના સાહિત્યમાં આવશ્યક સૂત્રનું મૂલ રૂપમાં સંપૂર્ણ પણે ન મળી આવવું એ આશ્ચર્યની વાત નથી. દિગંબર મલાચાર ગ્રન્થઃ
તે પણ તેમને સાહિત્યમાં એક મુલાચાર નામને પ્રાચીન ગ્રંથ ઉપલબ્ધ છે; જેમાં સાધુઓના આચારનું વર્ણન છે. તે ગ્રંથમાં
( ૧ ) ;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com