Book Title: Navkar Mantra Ya Panch Parmeshthi ane Avashyak ke Pratikramannu Rahasya
Author(s): Sukhlal Sanghvi
Publisher: Jain Yuvak Seva Samaj
View full book text
________________
અહીં એ પણ જણાવવું અયોગ્ય નથી કે આજકાલ દેવસિક પ્રતિક્રમણમાં સિદ્ધાજ સુધા પછી જે શ્રત દેવતા અને ક્ષેત્ર દેવ- તાનો કાઉસગ્ગ કરી એક સ્તુતિ બોલવામાં આવે છે તે ભાગ - છામાં ઓછા શ્રી હરિભકરિના સમયમાં પ્રતિક્રમણુવિધિમાં હોય એમ જણાતું નથી કારણકે તેઓશ્રીએ પોતાની ટીકામાં દૈવસિક પ્રતિક્રમણની જે વિધિ આપી છે, તેમાં સિદ્ધાળું સુકાળ પછી પ્રતિલેખન વન્દન કરી ત્રણ સ્તુતિ બોલવાનો જ નિર્દેશ કરેલ છે. આ૦ વૃ૦ પૃ૦ ૭૯૦. વિધિ ભેદ
વિધિના વિષયમાં સામાચારી ભેદ પ્રાપ્ત થાય છે કારણકે મૂલ ટીકાકાર સંમત વિવિ ઉપરાન્ત અન્ય વિધિનું સૂચન પણ શ્રી હરિભદ્રસૂરિએ કરેલ છે. (આ૦ પૃ૦ ૭૯૩)
તે સમયે પાક્ષિક પ્રતિક્રમણમાં ક્ષેત્રદેવતાને કાઉસગ્ગ પણ પ્રચલિત ન હતું, પરંતુ શય્યદેવતાને કાઉસગ પ્રચલિત હતે. કોઈ કોઈ તો વળી ચાતુર્માસિક પ્રતિક્રમણમાં પણ તે કાઉસગ્ન કરતા હતા અને ક્ષેત્રદેવતાનો કાઉસગ્ગ તે ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં પ્રચલિત હતો. (આ૦ વૃ૦ પૃ૦ ૪૦૪ ભાષ્ય૦ ગા૨૩૩).
આ જગ્યાએ મુખ પર મુહપતિ બાંધનાર માટે એક સ્થા ચક વસ્તુ પણ મળી આવે છે, “ શ્રી ભદ્રબાહુસ્વામિના સમયમાં પણ કાઉસગ્ગ કરતી વખતે મુહપતિ હાથમાં રાખવાનેજ ઉલેખ છે, (આ નિ૦ પૃ૭૯૭ ગા૧૫૪૫) મૂલ આવશ્યકના ટીકા ગ્રન્થઃ
આવશ્યક એ સાધુ અને શ્રાવક તે બેની મહત્વપૂર્ણ ક્રિયા છે; “આવશ્યક સૂત્ર નું ગૌરવ પણ તેવા પ્રકારનું છે. એ જ કારણથી શ્રી ભદ્રબાહુ સ્વામિએ દશ નિતિ રચીને તાત્કાલિક પ્રથા અનુસાર
(૮૯)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com