Book Title: Navkar Mantra Ya Panch Parmeshthi ane Avashyak ke Pratikramannu Rahasya
Author(s): Sukhlal Sanghvi
Publisher: Jain Yuvak Seva Samaj

View full book text
Previous | Next

Page 62
________________ અનેક સૂત્ર થવાના? વળી વિશેષતાને વિચારજ કરી ન શકનાર સાધારણુ લેકે તો પિતાના મનમાં જે કર્તાના સૂત્રો બોલવાની ઈચ્છા થાય તે બોલવાના. આમ પ્રાચીન સૂત્રોના અપૂર્વ ભાવની સાથેજ ક્રિયાકાલીન એક્તાનો પણ લપજ થવાનો; માટેજ ધાર્મિક ક્રિયાના સૂત્ર, પાડે જે ભાષામાં રચાયેલા હોય, તે તે ભાષામાંજ બેલવા જોઈએ. આજ કારણથી વૈદિક, બૌધ્ધ આદિ સંપ્રદાયમાં પણ પોતપોતાના “ સંધ્યા ” આદિ નિત્યકર્મો પ્રાચીન શાસ્ત્રીય ભાષામાં જ કરવામાં આવે છે. એ પણ ઠીક જ છે કે સાધારણ લેકની રૂચિ વધારવા પ્રચલિત લેકભાષામાં પણ કેટલીક કૃતિઓ હોવી જોઈએ, જે ધાર્મિક ક્રિયાની અંદર બોલી શકાય. આ એય લક્ષ્યમાં રાખી લેકરૂચિ અનુસાર સમયે સમયે સંસ્કૃત, અપભ્રંશ, ગુજરાતી, હિન્દી આદિ ભાષાઓમાં ' સ્તોત્ર, સ્તુતિ, સજઝાય, સ્તવન આદિ રચાયેલાં છે, જેને આવશ્યક ક્રિયામાં પણ સ્થાન અપાયેલ જ છે. પરિણામે ફાયદો એ થયો કે પ્રાચીનસત્રો અને તેનું મહત્ત્વ ટકી શકયું, અને પ્રચલિત લોકભાવાની કૃતિઓ દ્વારા સાધારણ લેકની રૂચિને પણ પુષ્ટિ મળી. (૪) આ ઉપરાંત કેટલાક એમ પણ કહે છે કે “આવશ્યકક્રિયા અરૂચિકર છે. આમ કહેનારે જાણવું જોઈએ કે અરૂચિ એ બાહ્ય વસ્તુ કે ક્રિયાનો ધર્મ નથી, કારણકે એક વસ્તુ સર્વને રૂચિકર હેઈ શકતી નથી; જે વસ્તુ એક પ્રકારના લેકને રૂચિકર છે. તેજ બીજા પ્રકારના લોકોને અરૂચિકર હોય છે. રૂચિ તો અંતઃકરણને ધર્મ છે. કેઈ વસ્તુ કે વિષયમાં રૂચિ હેવી કે ન હોવી તે તે વસ્તુના જ્ઞાન પર આધાર રાખે છે અને જ્યારે મનુષ્ય કોઈ વસ્તુના ગુણ બરાબર જાણી લે છે ત્યારે તે વસ્તુ પર તેની રૂચિ પ્રબલ થતી જાય છે. આમ હોવાથી આવશ્યક કે ક્રિયાને અરૂચિકર કહેવી તે તેના મહત્તા અને ગુણોનું અજ્ઞાન માત્ર જ છે. ( ૮૦ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96