Book Title: Navkar Mantra Ya Panch Parmeshthi ane Avashyak ke Pratikramannu Rahasya
Author(s): Sukhlal Sanghvi
Publisher: Jain Yuvak Seva Samaj

View full book text
Previous | Next

Page 60
________________ તેમાંના કેટલાક સૂઈ જાય છે અથવા કુતુહલ આદિ દ્વારા મનને આનતિ કરે છે. ઉપર્યુકત કથનથી તો એ સાબિત થાય છે કે અર્થજ્ઞાનપૂર્વક આવશ્યકક્રિયા કરવામાં આવે તો તે સફળ તો છે જ; શાસ્ત્ર પણ તેજ કહે છે, તેમાં ઉપગપૂર્વક ક્રિયા કરવાનું કહ્યું છે; અને ઉપયોગ બરાબર ત્યારે જ રહી શકે કે જ્યારે અર્થજ્ઞાન હેય. આમ હોવા છતાં પણ કેટલાક જેઓ અર્થ સમજ્યા વિના આવશ્યકક્રિયા કરે છે, અને તે ક્રિયાને પૂરતો લાભ લઈ શક્તા નથી; તેઓને અર્થજ્ઞાન મળી શકે તેવા પ્રયત્ન કરવા એ ઉચિત છે, આમ કરવાને બદલે મૂલ “આવશ્યક વસ્તુને નિરૂપયોગી સમજવી તે ઉપગ ન જાણવાથી કિંમતી રસાયણને તુચ્છ સમજવા બરાબર છે. વળી પ્રયત્ન કરવા છતાં પણ કેટલાકને વૃદ્ધ અવસ્થા, મતિમલ્કતા, ક્ષયપશમની ન્યૂનતા આદિ કારણોને ૯ઈ પ્રવત્ન કરવા છતાં પણ અર્થશાન ન થઈ શકે, તે તેના પિતાના કરતાં અધિક જ્ઞાની તેમજ ગુણના આશ્રય નીચે રહી ધર્મક્રિયા કરી ઉચિત ફાયદો ઉઠાવી શકે છે. વ્યવહારમાં પણ જોવામાં આવે છે કે અનેક લેકે એવા હોય છે કે જે જ્ઞાનની જનતાને લઈ પોતાનું કાર્ય સ્વતંત્રતાથી પૂર્ણ કરી શકતા નથી, તેઓ પણ કાઇના આશ્રય નીચે જઈ પિતાનું કાર્ય કરે છે અને તે દ્વારા ફાયદો મેળવે છે. આવા લેકેની સફળતાનું મુખ્ય કારણ તેમની શ્રદ્ધાજ છે. શ્રદ્ધાનું સ્થાન બુદ્ધિથી ઉતરતું નથી. અથે જ્ઞાન હોવા છતાં ૫ણ ધાર્મિક ક્રિયાઓમાં જેમને શ્રધ્ધા નથી, તેઓ તેનાથી કશોજ ફાયદો ઉઠાવી શકવાના નથી. આથી કરીને, શ્રધ્ધાપૂર્વક ધાર્મિકક્રિયા કરવી અને જે જે સૂત્રો ઉપયોગમાં લેવાતા હોય તેના યથાશકિત અર્થ પણ જાણવા એ ઉચિત છે. (૩) વળી કેટલાક એમ કહે છે કે આવશ્યકક્રિયાના સોની રચના સંસ્કૃત, પ્રાકૃત આદિ પ્રાચીન શાસ્ત્રીય ભાષામાં છે, તેને (૭૮). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96