Book Title: Navkar Mantra Ya Panch Parmeshthi ane Avashyak ke Pratikramannu Rahasya
Author(s): Sukhlal Sanghvi
Publisher: Jain Yuvak Seva Samaj
View full book text
________________
સુત્રો પણ તેમાં સમાઇ જતા હોવાથી એવી સામુદાયિક પ્રથા પર ગઈ છે કે જ્યારે એક શ્રાવક સંપૂર્ણ “વારિતુ ” સૂત્ર બેલે છે ત્યારે બાકીના શ્રાવકે તે ઉચ્ચ અધિકારી શ્રાવકનું અનુકરણ કરે છે અને સર્વે વ્રતોના અતિચારનું સંશોધન કરવા માંડે છે. આ સામુદાયિક પ્રથા રૂઢ થઈ જવાને લઈ જ્યારે કે પ્રાથમિક કે માધ્યમિક શાવક એકલા પ્રતિકમણ કરે છે ત્યારે પણ “કવિ” સૂત્રને સંપૂર્ણ બેલે છે અને નહિ ગ્રહણ કરેલ રતિના અતિચારનું પણ સંશોધન કરે છે.
આ પ્રયા રૂઢ થવાનું બીજું પણ એક કારણ હોઈ શકે છે અને તે એક સર્વ સાધારણ લેકમાં વિવેકની યથેષ્ઠ માત્રા (પ્રમાણે) જે અત્યાવશ્યક છે તે હેઈ શકતી નથી; તેથી “વિત” સૂત્ર માંથી પિતપતાને ઉપયોગી એવા સુત્રાશો પસંદ કરી બોલવા અને બાકીના મૂકી દેવા એ કાર્ય તેમને માટે કઠણ હોવા ઉપરાંત વિષમ અને ગુંચવણભર્યું પણ છે. આ કારણથી એ નિયમ રાખેલો છે કે સૂત્ર અખંડિત રૂપે જ બોલવું જોઈએ; આજ કારણને લઈ જ્યારે સભામાં સર્વને કે કેાઈ એકને “પચ્ચખાણ' કરાવવામાં આવે છે ત્યારે એવું સૂત્ર બેલવામાં આવે છે કે જેમાં અનેક “પચ્ચખાણ ને સમાવેશ થઈ ગયે હેય. આમ કરવાથી સર્વે અધિકારીઓ પિતાપિતાની ઇચ્છા અનુસાર “ પચ્ચખાણ” કરી લે છે. આ દષ્ટિએ એમ પણ કહી શકાય કે “પંડિતુ” સૂત્ર અખંડિત રૂપે બોલવું તે ન્યાયસંગત તેમજ શાસસંગત છે. હવે રહી માત્ર અતિચારસંશોધનમાં વિવેક કરવાની વાત, તેના અધિકારી ખુશીથી આ પ્રસંગે તે કાર્ય કરી શકે છે; જેમાં પ્રથા કોઈપણ રીતે બાધક નથી.
૧ હદ તૂરું પરીમિતિ રચાર I ધર્મ સંગ્રહ. પૃ૦ ૨૩૩.
( ૭૬ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com