Book Title: Navkar Mantra Ya Panch Parmeshthi ane Avashyak ke Pratikramannu Rahasya
Author(s): Sukhlal Sanghvi
Publisher: Jain Yuvak Seva Samaj
View full book text
________________
આલોચના નામ માત્રની જ આલેચના છે, તેનાથી કે સાધ્યસિદ્ધિ થઈ શક્તી નથી. સાચી આલયના કરનાર અધિકારી જીવના પરિણામ એટલા નમ્ર અને કોમળ બની જાય છે કે તે સ્વયમેવ ગુરૂના ચરણમાં પિતાનું મસ્તક ઢાળી દે છે. આથી કરીને વન્દન પછી પ્રતિક્રમણ છે.
કાયોત્સર્ગ માટે જરૂરી યોગ્યતા પ્રતિક્રમણ કર્યા પછી જ પ્રાય થાય છે, કારણકે જ્યાં સુધી પ્રતિક્રમણકારા પાપની આલોચના કી ચિત્તશુદ્ધિ કરી નથી, ત્યાં સુધી ધર્મધ્યાન કે શુધ્યાન માટે
એકાગ્રતા પ્રાપ્ત કરવાનો જે કાયોત્સર્ગને ઉદેશ છે તે કોઈપણ રીતે સફલ થતું નથી. આલોચના દ્વારા ચિત્તશુદ્ધિ કર્યા વિના જે કાર્યોત્સર્ગ કરે છે. તેના મુખમાંથી ગમે તેવા પરમ પવિત્ર શબ્દોનો જાપ થાય તે પણ, તેના અંતરમાં ઉચ્ચ બેયનો વિચાર કદી પણ ઉદ્દભવી શકતો નથી; કારણ કે અનુભવેલ વિષનું ચિન્તન ધ્યાનમાં ખડું થઈ જાય છે. માટે જ પ્રતિક્રમણ પછી “
કામ”ને ક્રમ છે,
કાયોત્રાર્ગ કરી વિશેષ ચત્તશુદ્ધ, એકાગ્રતા અને આત્મબળ જે પ્રાપ્ત કરે છે, તેજ પ્રત્યાખ્યાનને સાચે અધિકારી છે. જેને એકાગ્રતા પ્રાપ્ત કરી નથી, તેમજ સંકલ્પબળને સંગ્રહ કર્યો નથી; તે કદી પ્રત્યાખ્યાન કરે તો પણ તેને સારી રીતે નિર્વાહ કરી શકતા નથી. પ્રત્યાખ્યાન સર્વથી છેલ્લી આવશ્યકક્રિયા છે, કારણ કે તેને માટે વિશેષ ચિત્તશુદ્ધિ અને વિશેષ ઉત્સાહની આવશ્યકતા છે, તે કાયોત્સર્ગ કર્યા વિના પ્રાપ્ત થઈ શક્તા નથી. આમ હોવાથી કાયોત્સર્ગ પછી જ “પ્રત્યાખ્યાન” આવે છે.
આમ વિચાર તેમજ અનુભવથી પ્રતીતિ થાય છે કે આવા, શ્યકને જે ક્રમ છે તે, વિશેષ કાર્યકારણુભાવની સાંકળથી સંકળાયેલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com