Book Title: Nandanvan Kalpataru 2001 00 SrNo 06
Author(s): Kirtitrai
Publisher: Jain Granth Prakashan Samiti

View full book text
Previous | Next

Page 43
________________ काव्यानुवादः એક આફ્રિકન કવિતા 1002020202020202020202020RRO202202020202021 હવે તે સલામતીપૂર્વક મૃત્યુ પામ્યો છે ચાલો તેના થોડા વખાણ કરીએ તેની કીર્તિનાં સ્મારકો રચીએ તેના માટે પ્રાર્થનાઓ ગાઈએ. મૃત્યુ પામેલા વીરો ભારે સગવડ કરી આપે છે: તેમની જિંદગી પરથી આપણે ઘડી કાઢેલી મૂર્તિઓને પડકારવા તેઓ કદી ઊભા પણ થઈ શકતા નથી. અને વળી, વધારે સારી દુનિયા રચવા કરતાં સ્મારકો બાંધવા સહેલાં છે. તો હવે તે સહીસલામત રીતે મૃત્યુ પામ્યો છે ત્યારે આપણે નિરાંતને જીવે આપણાં સંતાનોને શીખવશું કે તે મોટો માણસ હતો. જાણીએ છીએ કે જે કારણ માટે તે જીવ્યો તે તો હજીયે એમનું એમ જ છે. "જે સ્વપ્ર માટે તે શહીદ થયો તે હજીયે સ્વપ્ર છે, મરેલા માણસનું સ્વપ્ર. આફ્રિકન કવિ : કાર્લ વેન્ડેલ હાઇન્સ અનુવાદ : જયા મહેતા (‘કાવ્યવિશ્વ' પ્રથમ આવૃત્તિ, પૃ. ૧૫૫) ३४ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120