________________
काव्यानुवादः
એક આફ્રિકન કવિતા
1002020202020202020202020RRO202202020202021
હવે તે સલામતીપૂર્વક મૃત્યુ પામ્યો છે ચાલો તેના થોડા વખાણ કરીએ તેની કીર્તિનાં સ્મારકો રચીએ
તેના માટે પ્રાર્થનાઓ ગાઈએ. મૃત્યુ પામેલા વીરો ભારે સગવડ કરી આપે છે:
તેમની જિંદગી પરથી આપણે ઘડી કાઢેલી મૂર્તિઓને પડકારવા તેઓ કદી ઊભા પણ થઈ શકતા નથી. અને વળી, વધારે સારી દુનિયા રચવા કરતાં
સ્મારકો બાંધવા સહેલાં છે. તો હવે તે સહીસલામત રીતે મૃત્યુ પામ્યો છે ત્યારે
આપણે નિરાંતને જીવે આપણાં સંતાનોને શીખવશું
કે તે મોટો માણસ હતો. જાણીએ છીએ કે
જે કારણ માટે તે જીવ્યો તે તો હજીયે એમનું એમ જ છે. "જે સ્વપ્ર માટે તે શહીદ થયો તે હજીયે સ્વપ્ર છે, મરેલા માણસનું સ્વપ્ર.
આફ્રિકન કવિ : કાર્લ વેન્ડેલ હાઇન્સ અનુવાદ : જયા મહેતા (‘કાવ્યવિશ્વ' પ્રથમ આવૃત્તિ, પૃ. ૧૫૫)
३४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org