Book Title: Muhapattina 50 Bolnu Varnan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 6
________________ ડાબા હાથમાં મુહપત્તી ઉપર પ્રમાણેજ ગ્રહણ કરી જમણી ભુજાએ પ્રતિલેખના કરતા ભય-શોક-દુર્ગંછા પરિહરૂં એમ ચિંતવવું. મસ્તકની પ્રમાર્જના કરતા-લેશ્યાત્રિક એટલે કૃષ્ણ લેશ્યા, નીલ લેશ્યા, કાપોત લેશ્યા પરિહરૂં. મુખની ત્રણ પ્રતિલેખના કરતાં-ગારવત્રિક એટલે ૠધ્ધિ ગારવ, રસ ગારવ, શાતા ગારવ પરિહરૂં. હૃદયની ત્રણ પ્રતિલેખના કરતા-શલ્યત્રિક એટલે માયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાત્વશલ્ય પરિહરૂ એમ ચિંતવવું. ડાબા ખભા અને જમણા ખભાની નીચે ઉપર બે પડખે પ્રતિલેખના કરતાં ચાર કષાય એટલે એક તરફ ક્રોધ, માન પરિહરૂં અને બીજી તરફ માયા લોભ પરિહરૂં એમ ચિંતવવું. ડાબે પગે પ્રતિલેખના કરતાં પૃથ્વીકાય, અકાય, તેઉકાયની રક્ષા કરૂં. (રક્ષા કરૂં શબ્દ સાધુ ભગવંતોને બોલવાના હોય છે. શ્રાવકોને એ ત્રણ શબ્દ જયણા કરૂં એમ બોલવાના હોય છે કારણ કે શ્રાવકનું ઘર એ ત્રણ વગર ચાલતું નથી. માટે જયણા કહેવાય છે.) અને જમણે પગે પ્રતિલેખના કરતાં વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાયની રક્ષા કરૂં (એમ સાધુભગવંતોને અને શ્રાવકોને બન્નેને બોલવાનું હોય છે.) આ પચાશ બોલની પ્રતિલેખના પુરૂષો માટે છે. સ્ત્રીઓને માટે એમનું શરીર અને મસ્તક લુગડાથી ઢંકાયેલુ હોવાથી તેઓથી શરીરની પચ્ચીશ પ્રતિલેખનામાંથી મસ્તકની ત્રણ, હૃદયની ત્રણ અને બે ખભા તેમજ બે ખભાના પાસાની એમ ચાર આ રીતે કુલ દશ પ્રતિલેખના કરવાની હોતી નથી માટે શરીરની પંદર પ્રતિલેખના હોય છે આથી પચ્ચીશ + પંદર = ચાલીશ બોલની પ્રતિલેખના હોય છે. મુહપત્તીના પચાસ બોલની સજ્ઝાય સિરિ તંબૂરે વિનય ભક્તિ શિર નામીને કરજોડી રે પૂછે સોહમ સ્વામીને ભગવંતા રે કહો શિવકાંતા કેમ મળે કહે સોહમરે મિથ્યા ભ્રમ દૂરે ટળે દૂરે ટળે વિષ ગરલ ઇહા ઉભય માર્ગ અનુસરી એક જ્ઞાન દૂજા કરત કિરિયા અભેદારોપણ કરી જિમ પંગુ દર્શિત ચરણ કર્ષિત અંધબિહું નિજપુર ગયા તિમ સત્વ સજતા તત્વ ભજતા ભવિક કેઇ સુખિયા થયા ...૧ વૈકલ્ય જયું રે કષ્ટ તે કરવું સોહિલું પણ જંબૂરે જાણપણું જગ દોહિલું તેણેં જાણી રે આવશ્યક કિરિયા કરો ઉપગરણે રે રજહરણો મુહપત્તિ ધરો મુહપત્તિ શ્વેતેં માનોપેતેં સોલ નિજ અંગુલ ભરી દોય હાથ ઝાલી દગ નિહાલી દ્રષ્ટિ પડિલેહણ કરી ત્યાં સૂત્ર અર્થ સુતત્વ કરીને સદહું એમ ભાવિયે નીચા વચ્યા રૂપ તિગ તિગ પખોડા ષટ્ લાવિયે ...૨ Page 6 of 191

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 191