Book Title: Muhapattina 50 Bolnu Varnan Author(s): Narvahanvijay Publisher: Narvahanvijay View full book textPage 5
________________ સુન્નત્ય તત્તદિઠ્ઠિ દંસણ મોહ તિગં ચ સગતિગં | દેવાઇતર તિગ તહય અદેવાઇતર તિગં || નાણાઇ તિગં તહ તવિરાહણા સિન્નિ ગુતિ દંડતિગં ! ઇય મુહરં તગ પડિ -લેહણાઇ કમસો વિચિંતિજ્જા || હાસો રઇઅ અરઇ ભય સોગ દુગંછયા ય વજિજ્જા | ભુએ જુઅલ પેહંતો સીસે અપસથ લેસ તિગં II ગારવ તિગં ચ વયણે ઉરિ સલ્લતિાં કસાય ચઉ પીટ્ટ | પય જુગિ છજીવ વહેં તણ પેહાએ વિઝાણ મિi || પ્રથમ દ્રષ્ટિ પ્રતિલેખનામાં એટલે મુહપત્તી ઉખેલી (ઉકેલી) તેને બે બાજુએ જોતાં-સૂત્રાર્થ દ્રષ્ટિ રાખું એટલે સૂત્ર-અર્થ-તત્વ કરી સદહું સદ હું એટલે હૃદયને વિષે ધારણ કરૂં . એમ ચિંતવવું ઉર્ધ્વ પખોડા કરતાં ડાબે હાથે મુહપત્તીને ખંખેરતા.દર્શન મોહત્રિક તજું એટલે સમ્યક્ત્વ મોહનીય મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય પરિહરૂં. ઉર્ધ્વ અખોડા કરતાં જમણ હાથે મુહપત્તીને ખંખેરતાં રાગસિક તણું એટલે કામરાગ સ્નેહરાગ દ્રષ્ટિરાગ પરિહરું ! એમ ચિંતવવું. - ત્યાર પછી પ્રથમના ત્રણ અખોડામાં (જમણા હાથની આંગળીના આંગળા વચ્ચે મહપત્તી ભરાવી ડાબા હાથના તળમાં અંદર લેતાં) દેવાદિત્રિક - તત્વત્રિક ધારણ કરું એટલે સુદેવ, સુગુરૂ, સુધર્મ આદરૂં..... અને પ્રથમની ત્રણ પ્રમાર્જનામાં (ડાબા હાથના તળમાં મુહપત્તીને ત્રણવાર ઘસી કાઢતાં) અદેવાદિ તત્વત્રિક તજું એટલે કૂદેવ, કુગુરૂ, કુધર્મ પરિહરૂં એમ ચિંતવવું. બીજા ત્રણ અખોડામાં જ્ઞાનાદિત્રિક ધારણ કરૂં એટલે જ્ઞાન-દર્શન-ચારિત્ર આદરૂં અને બીજી ત્રણ પ્રમાર્જનામાં તેની વિરાધના ત્રિક તજે એટલે જ્ઞાન વિરાધના, દર્શન વિરાધના, ચારિત્ર વિરાધના પરિહરૂં એમ ચિંતવવું. ત્રીજા ત્રણ અખોડામાં-ત્રિ ગુપ્તિ રાખવી એટલે મન ગુતિ, વચન ગુતિ, કાયગતિ આદરૂં. ત્રીજી ત્રણ પ્રમાર્જનામાં દંડત્રિક તસુ એટલે મનદંડ, વચનદંડ, કાયદંડ પરિહરૂ એમ ચિંતવવું. આવી રીતે મુહપત્તિ પડિલેહતા ચિંતવવું. ડાબા હાથની ભુજાએ ત્રણવાર પુંજતા-પ્રતિલેખના કરતા હાસ્ય, રતિ, અરતિ, પરિહરૂં એમાં ચિંતવવું. Page 5 of 191Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 191