Book Title: Muhapattina 50 Bolnu Varnan Author(s): Narvahanvijay Publisher: Narvahanvijay View full book textPage 4
________________ આંખેથી જોવા. છ ઉર્ધ્વ પખોડ પ્રતિલેખના-એટલે ત્યાર પછી મુહપત્તીને વી બે હાથે-ડાબા અને પછી જમણા હાથે પકડીને નચાવવા રૂપ ત્રણ ત્રણ ઉંચા પખોડા કરવા. તે છ વાર ખંખેરવા રૂપ ગણાય છે. નવ અખોડ પ્રતિલેખના અને નવ પ્રમાર્જના પ્રતિલેખના = ત્યાર પછી ત્રણ અખ્ખોડા અને ત્રણ પ્રમાર્જના, તે અનુક્રમે ત્રણવાર એક એકને અંતરે કરવા એટલે મુહપત્તીના ત્રણ વર્ઘટક (વહુના ઘૂઘટની માફ્ટ) કરી જમણા હાથની અંગુલીના આંતરાની વચમાં ભરાવીને ત્રણ અખોડા કરવા એટલે અખોડારૂપ ભરીને એટલે ત્રણવાર મુહપત્તી ઉંચી રાખીને ડાબા હાથના તળા ઉપર સ્પર્શ કર્યા સિવાય અંદર લઇએ અને પછી પણ પ્રમાર્જના પશલી માંહેથી ઘસીને કાઢીએ એમ એક એકને આંતરે ત્રણવાર ત્રણ ત્રણ પ્રમાર્જના કરવી એ પ્રમાણે નવે નવ અખોડા (ખંખેરવા રૂપ) પ્રતિલેખના થાય છે. પખોડ - અખોડ એટલે - આ શબ્દો અ-ક્ષાલન અ-ક્ષાલન ના અપભ્રંશ હોવા સંભવે છે. આ સંભવ કલ્પના જનિત છે પણ તે કલ્પનાને પુષ્ટિ આપનાર એ પખોડા-અખોડા-શબ્દોનો વ્યવહાર જે ક્રિયા. માટે યોજ્યો છે તે ક્રિયાનો હેતુ છે. આ ક્રિયા તે મુહપત્તીના પ્રતિલેખનમાં પખોડા-અખોડા કરે છે તે છે. મુહપત્તીના પચાશ બોલ દાખવ્યા છે તે હાલ વ્યવહારમાં મોટે ભાગે અપ્રચલિત છે પણ એ બોલમાં ઉત્તમ હેતુ રહેલો છે. સમ્યક્ત્વ મોહની આદિ પરિહરૂં એ પખોડા-પ્રક્ષાલન અને સુદેવાદિ આદરૂં તે અખોડા-અક્ષાલન આમ કલ્પના થાય છે. આ રીતે દરેકમાં સમજવું. “અણની પચ્ચીશ પ્રતિલેખના” પાયા હિeણ તિઅ તિઆ વાકોઅર બાહુ સીસ મુહ હિઅએ ! અંસુટ્ટા હો પિટ્ટ ચઉ છપય દેહ પણવીસા || ૧ ||. ૧૫ પ્રતિલેખના - વામ એટલે ડાબા હાથે, જમણા હાથે, શીર્ષ એટલે મસ્તકે, મુખે અને હૃદય સ્થાને એમ પાંચ સ્થાને પ્રદક્ષિણા વર્સે કરી ત્રણ ત્રણ વાર પ્રતિલેખના કરવી. આ રીતે પાંચ સ્થાનની પંદર પ્રતિલેખના થાય છે. ૪ પ્રતિલેખના - બે ખભાની ઉપર તથા બે નીચે તથા વાંસાની બાજુએ એટલે બે ખભા ઉપર અને બે કાંઇક વાંસાનો ભાગ આવી જાય તેવી રીતે બે કક્ષાને = પડખાને વિષે એમ ચાર પ્રતિલેખના થાય છે. કેડથી નીચેના ભાગે મુહપત્તી અડાડવી ન જોઇએ તેથી શરીરની ઓગણીશ પ્રતિલેખના મુહપત્તીથી અને બે પગની છ પ્રતિલેખના ચરવળાથી કરવી જોઇએ. કેટલાક જીવો ચરવળો નથી રાખતા તેઓને આ. વાત ખાસ ધ્યાનમાં લેવાની છે. આથી નિશ્ચિત થાય છે કે પગની પ્રતિલેખના મુહપતિથી થાય નહિ ચરવળાથી કરવી જોઇએ આથી ચરવળો સામાયિક કરવાવાળા જીવોની પાસે અવશ્ય જોઇએ એમ જણાય છે. હવે પ્રતિલેખના કરતા શું ચિંતવવું જોઇએ એ જણાવે છે. આવશ્યક વૃત્તિ અને પ્રવચન સારોદ્ધાર વગેરે ગ્રંથોમાં પ્રતિલેખનામાં જીવરક્ષાનો હેતુ અને જિનેશ્વરની આજ્ઞા કહેલી છે. તો પણ મનરૂપી વાંદરાને નિયમમાં એટલે નિયંત્રણમાં રાખવા માટે અન્ય આચાર્યોએ પચાસ પ્રતિલેખના વખતે પચાસ બોલ મનમાં યાદ લાવવાના કહ્યા છે તે આ પ્રમાણે Page 4 of 191Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 191