Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 6 Author(s): Trilokmuni Publisher: ZZZ Unknown View full book textPage 8
________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત| સાથે નરક પૃથ્વીપિંડ-દેવલોક આદિનું પણ વર્ણન છે. તિરછાલોકનું વર્ણન કરતાની સાથે બૂઢીપના વિજય દ્વારના માલિક-વિજયદેવનું, તેની રાજધાનીનું, તેના જન્મ તથા જન્માભિષેકનું વર્ણન પણ સૂર્યાભદેવની સમાન છે. સમસ્ત દ્વીપ સમુદ્રોનું વર્ણન સ્વયંભૂરમણ સમુદ્ર પર્યત છે. સૂર્ય-ચંદ્ર આદિ જ્યોતિષીદેવોનું વર્ણન પણ વિસ્તારપૂર્વક છે. આ રીતે આ સૂત્ર વિવિધ તત્ત્વજ્ઞાન તથા ભૌગોલિક જ્ઞાનયુક્ત હોવાથી રોચક પણ છે. રચના અને પ્રામાણિકતા – આ સૂત્રના રચના કાલ અને રચનાકાર સંબંધમાં પ્રાચીન ગ્રંથોમાં કોઈ જગ્યાએ નિર્દેશ ન મળતો હોવાથી કોઈ અજ્ઞાત સ્થવિરકૃત આ આગમ છે. નંદીસૂત્રમાં સૂત્રસૂચિ અંતર્ગત અંગબાહ્ય ઉત્કાલિક સૂત્રોમાં આ આગમની પરિગણના કરવામાં આવી છે. આ આધારથી જ સમગ્ર શ્વેતાંબર જૈન સમાજમાં આ આગમનો એકરૂપતાથી પ્રમાણિક આગમકોટીમાં સ્વીકાર કરાયેલ છે. આ સૂત્રની પ્રમાણિકતામાં કોઈ પણ પ્રકારનો વિવાદ નથી. આ વાત જ આ સૂત્રની મહત્તાની દ્યોતક છે. સૂત્ર પરિમાણ:- આ સૂત્ર એક શ્રુતસ્કંધરૂપ છે. તેની નવ પ્રતિપત્તિ છે.(અધ્યયન છે) બે ભેદથી દશ ભેદ સુધીની અપેક્ષાથી જીવ તત્ત્વનો તેમાં વિવિધ બોધ છે. સંસારી જીવોની નવ પ્રતિપત્તિ પછી સિદ્ધ સહિત સમસ્ત જીવોની પણ બે થી દશ ભેદ સુધી વિચારણા કરેલ છે. આ સૂત્રનું પરિમાણ ૪૭૫૦ શ્લોકપ્રમાણ માનવામાં આવેલ છે. પ્રચલન :- આ સૂત્રની પ્રથમ પ્રતિપત્તિના મહત્ત્વપૂર્ણ સૂક્ષ્મ તત્ત્વજ્ઞાનને પૂર્વાચાર્યોએ વિશેષ પદ્ધતિથી સંકલિત કરેલ છે. જેનું જૈન સાધુ સમાજ અને શ્રાવક સમાજમાં અત્યંત પ્રચલન છે. ચતુર્વિધ સંઘમાં તેને કંઠસ્થ કરવાની તથા તેના વિશે ચિંતન કરવાની પદ્ધતિ પણ પ્રચલિત છે. જે લઘુદંડક અથવા દંડક પ્રકરણના નામથી વિખ્યાત છે. આ થોકડાનો અભ્યાસી સરલતાપૂર્વક જીવાભિગમ સૂત્ર અને પન્નવણાજી આદિના તત્ત્વજ્ઞાનને સમજીને પ્રગતિ કરી શકે છે. ઉપાંગ :- આ સૂત્રને તૃતીય ઉપાંગની સંજ્ઞાથી ઓળખાય છે અને ત્રીજા અંગ ઠાણાંગસૂત્રથી એનો સંબંધ જોડવામાં આવે છે. તે એક ભ્રમિત કલ્પના માત્ર છે. આ વિષયનું સ્પષ્ટીકરણ ઔપપાતિક સૂત્રના પ્રારંભમાં કરી દીધું છે. જિજ્ઞાસુ વાચક ત્યાં વાંચવા પ્રયત્ન કરે. ઉપલબ્ધ સાહિત્ય – આ સૂત્ર પર આચાર્ય મલયગિરિ કૃત ટીકા પ્રકાશિત છે. અન્ય પણ કેટલાય મૂળ પાઠના સંસ્કરણ પ્રકાશિત થયેલા છે. હિન્દી અનુવાદ યુક્ત સંસ્કૃત ટીકાની સાથે ગુજરાતી-હિન્દી અનુવાદ યુક્ત પ્રકાશિત આવૃત્તિ પણ ઉપલબ્ધ છે. હિન્દી વિવેચન યુક્ત સંસ્કરણ આગમ પ્રકાશન સમિતિ બાવરથી પ્રકાશિત થયેલ છે. મલયગિરિ ટીકાના આધારથી સારાંશરૂપમાં આ આગમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 258