Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 6 Author(s): Trilokmuni Publisher: ZZZ Unknown View full book textPage 6
________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત | સારાશ સાહિત્ય વિશે ગોંડલ ગચ્છ શિરોમણી # ક પ. પૂ. શ્રી જયંતમુનિજી મ.સા.નું મંતવ્ય T FI મહામનીષી ત્રિલોકઋષિજી દ્વારા “સારાંશ સાહિત્ય પ્રકાશિત થઈ રહ્યા છે. જેમાં ક્રમશઃ બત્રીસ આગમોનું સંપાદન થયું છે. આ સાહિત્ય આગમોનો સારભૂત છે, એટલું જ નહીં પરંતુ કેટલાક ક્રાંતિબીજોનું વાવેતર પણ એમાં 1 છે. મુનિશ્રીની વિચારધારા સોળઆના જૈનાગમને અનુકૂળ હોવા છતાં રૂઢિ 1 વાદની “શલ્ય ચિકિત્સા કરનારી છે, તે નિર્વિવાદ સત્ય છે. | મુનિશ્રીનું ચિંતન અને મનન નિર્ભેળ, સ્પષ્ટ અને સંયમિત ભાષામાં | સત્યનું નિરૂપણ કરે છે. તેમને કોઈ પ્રકારનો સંપ્રદાય મોહ કે બીજા કોઈ અવરોધ માન્ય નથી. તેઓ સૌનું પોતપોતાના સ્થાને સન્માન જાળવીને પણ; ; પરંપરામાં જે પર્યઆવ્યું છે, તેના પર “કરારો” પ્રહાર કરે છે અને ભગવાન 1 મહાવીર સ્વામીના એક અપ્રતિબદ્ધ સંત તરીકે મહાવીર દર્શનનું સાંગોપાંગ I તેમજ આગમને આધારે ઉદ્ઘાટન કરે છે, જે વાંચતાં આનંદ ઉપજાવે છે. 1 જોકે સંપ્રદાયથી બંધાયેલા અને પારંપરિક વિચારધારામાં જકડાયેલા | વ્યક્તિ કે વ્યક્તિસમૂહને કદાચ ન ગમે, વિરોધાત્મક પણ લાગે અને મહાવીર દર્શનથી આ સાહિત્યનિરાળું છે, વિરોધી છે, તેવું કહેવા માટે તે લોકો લલચાય I પણ ખરા! જે રીતે સૂર્યોદય થતા સહજ અંધારૂ નાશ પામે છે, તે રીતે સાચી i સમ્યગ્ધારા પ્રકાશિત થતા અજ્ઞાનરૂપ અંધકારનો નાશ થવાનો જ છે. અત્યારે | જૈન જગતને ફરીથી જાગવાની તક મળી છે. આ સાહિત્ય દ્વારા રૂઢિવાદથી મુક્ત થવાના નામે નવા વર્ગને સ્વચ્છંદી! બનાવવાનો ઉદ્દેશ ઝલકતો નથી પરંતુ આગમ મનીષી મુનિશ્રીનું સારાંશ સાહિત્ય ભગવાન મહાવીર સ્વામીના સૈકાલિક હિતદર્શનની સાથે જોડીને; રૂઢિવાદની સીમાઓથી પર થઈ વ્યાપક દર્શન કરાવે છે. મંગલકામના – મહા મનીષી ત્રિલોકઋષિજી! આપનો આ પ્રયાસ સફળ થાય ! તેમ અમો ઈચ્છીએ છીએ. કારણ કે આપના ચિંતનની દરેક પંક્તિમાં ક્રાંતિના બીજો! સંચિત રહેલા છે. આગમોની સત્યતાપૂર્ણ ઋજુભરી ભાવનાઓ પર અને આગમ : નિર્મળ પ્રરૂપણા ઉપર વિવિવાદનો જે જંગ લાગી રહેલ છે અને દુરાગ્રહના વાદળો ; છવાઈ ગયા છે તેનું નિવારણ કરવા માટે આપનું આ સાહિત્યિક ભગીરથ પુરુષાર્થ i આગમના મૌલિક બીજોને(ગૂઢ તત્ત્વોને) અવશ્ય નવપલ્લવિત કરશે. Jain Education International For Private & Personal Use Only www.jainenbrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 258