Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 6
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 7
________________ તત્ત્વશાસ્ત્રઃ જીવાભિગમ સૂત્ર પ્રસ્તાવના જીવાભિગમ સૂત્ર સારાંશ પ્રસ્તાવના 9 તત્ત્વજ્ઞાનનું મહત્ત્વ : જૈન ધર્મમાં આચાર અને આચાર જ્ઞાનનું સ્થાન સર્વોપરી છે, છતાં પણ તત્ત્વજ્ઞાનરૂપ જીવ-અજીવ અને લોકસ્વરૂપ આદિના જ્ઞાનનું મહત્ત્વ જરાપણ ઓછું નથી. અનેક આગમોમાં અને આચાર શાસ્ત્રોની વચ્ચે પણ આ તત્ત્વોને મહત્ત્વ આપવામાં આવ્યું છે. જેમ કે આચારાંગમાં– વિવિતા તોનું । उड्ड अहे य तिरियं च पेहमाणे समाहिं अपडिन्ने । ઉત્તરાધ્યયનમાં— जीवा जीवा य बंधो य, पुण्णं पावासवो तहा । સંવર નિખરા મોવશ્વો, સંતિ ૫ તહિયા નવ ॥ અ –૨૮ ॥ ઉત્તરાધ્યયનસૂત્રમાં લેશ્યા, કર્મ અને જીવાજીવના ભેદ પ્રભેદોનું વર્ણન કરવામાં આવ્યું છે. સૂયગડાંગસૂત્રમાં જીવોના આહાર સંબંધી સૂક્ષ્મતમ જ્ઞાન સભર એક સંપૂર્ણ અધ્યયન છે. મુખ્ય સ્થાન ધર્મસિદ્ધાંતોની કસોટીના મુખ્ય અંગોમાં તત્ત્વવાદનું પણ એક છે. દશવૈકાલિક સૂત્રમાં તત્ત્વજ્ઞાનનું ઊંચતમ મહત્ત્વ દર્શાવેલ છે, જેમ કે— जो जीवे वि न याणेइ, अजीवे वि न याणेइ । નીવાનીને અયાળતો, જ્જ સો નાહિદ્ સંગમ ॥ અધ્ય॰ —૪ ॥ ભાવાર્થ :- જીવ અજીવ આદિ તત્ત્વજ્ઞાનના અભાવમાં સંયમધર્મનું પાલન કે અસ્તિત્વ પણ સંભવિત નથી. આ સર્વ અપેક્ષાઓથી આવશ્યકતા અનુભવીને જ તત્ત્વજ્ઞાનથી પરિપૂર્ણ સ્વતંત્ર અનેક સૂત્રોની ચૌદપૂર્વના શ્રુતજ્ઞાનના આધારે સ્થવિર ભગવંતોએ રચના કરી છે. તેનાથી પહેલા આ વિશાળ તત્ત્વજ્ઞાનનો સમૂહ બારમા દૃષ્ટિવાદ નામના સૂત્રમાં હતો તથા સંક્ષેપમાં તો આ તત્ત્વજ્ઞાન જેમ દૂધમાં ઘી સમાય તેમ દરેક આગમમાં સમાયેલું જ છે. -- સૂત્ર પરિચય અને વિષય :- પ્રસ્તુત સૂત્રમાં જીવ અને અજીવ બે તત્ત્વનું કથન હોવાથી તેનું 'જીવા જીવાભિગમ સૂત્ર' એવું સાર્થક નામ છે. આ સૂત્રમાં મુખ્યત્વે જીવવિજ્ઞાનનો વિસ્તાર છે. માટે તેને સંક્ષિપ્તમાં જીવાભિગમ સૂત્ર પણ કહેવાય છે. આ સૂત્રમાં નવ પ્રતિપત્તિ-અધ્યાય છે. તેના પ્રથમ અધ્યાયમાં જ જીવોના શરીર, અવગાહના, આદિ અનેક રીતે સૂક્ષ્મવર્ણન કરવામાં આવેલ છે. આગળના અધ્યાયોમાં વેદ, સ્થિતિ, કાયસ્થિતિ, અંતર, અલ્પબહુત્વ, આદિની સાથે જીવના વિવિધ ભેદોનું વર્ણન છે. વચ્ચે ત્રીજા અધ્યાયમાં નારકી, દેવ આદિના વર્ણનની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 258