Book Title: Maynasundari ane Shripal Raja Author(s): Sunandaben Vohra Publisher: Sunandaben Vohra View full book textPage 7
________________ ચંદનબાળા જૈન ઉપાશ્રય ખાતે પધાર્યા હતા, ત્યારે પોતાની તબિયત નાદુરસ્ત હોવાથી ભાવના જાગી કે, પૂ. ગુરૂદેવના પુણ્યપગલાં મારા ઘરઆંગણે ‘પેનોરમા' માં થાય અને તેઓશ્રીજીના શુભઆશીષ ધર્મલાભ પ્રાપ્ત થાય તથા પૂ.શ્રીના સ્વમુખે માંગલિક સાંભળવાનો લ્હાવો મળે! આ ભાવના અમારી પાસે વ્યક્ત કરતાં અમે પૂ. ગુરુદેવના ચરણોમાં પહોંચ્યા. પૂ. શ્રીને વાત કરી, કરુણાસાગર એ મહાપુરૂષે તરત જ વિનંતિ સ્વીકારી એટલે પૂ. હરિમાનો મનમયૂર નાચી ઊઠ્યો. ધર્માત્માને દેવ-ગુરૂ-ધર્મ ત્રણે ખૂબ વહાલાં હોય છે. હરિમાએ પૂ.આચાર્યદેવેશ પાસે સમાધિમરણ મળે એવા આશિષ માગ્યા. ભવ્યાત્માને બીજું શું જોઈએ? ખરા હૃદયથી કરેલી ભાવનાપ્રાર્થના ફળીભૂત થાય જ છે. પૂ.માતામહ માટે પણ એવું જ બન્યું! તેઓશ્રીએ જેવું ઈચ્છયું હતું તેવું સમાધિમરણ વિ.સં.૨૦૪૪ પોષ વદ-૯, શનિવાર ૨૪-૧-૧૯૮૭ના દિને મળ્યું! અંતિમ દિવસ સુધી જેએ સ્વાધ્યાયમગ્ન હતાં, જ્ઞાનગંગામાં ઝીલતાં હતાં, તે પૂ. હરિમા અમારા વિશાળ પરિવાર માટે વટવૃક્ષની છાયા સમાન હતા. તેઓશ્રીએ અમારાં સૌનાં હૈયાં ધાર્મિક તેમજ નૈતિક સંસ્કારોથી સુવાસિત બનાવ્યાં છે. તેઓનો પાર્થિવદેહ ભલે આજે અમારી વચ્ચે નથી પણ યશોદેહ તો આજે ય અમારી આંખ સામે રમે છે, અનેક આત્માઓને જીવન જીવવાની કળા શીખવનાર પૂ. ઉપકારી હરિમાને હજારો વંદન! મહેતા ભાયચંદ મુળચંદ પરિવાર -vikasuuuuuuuતાણાવા -ગ-પાના-નળાકારPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 94