Book Title: Maynasundari ane Shripal Raja Author(s): Sunandaben Vohra Publisher: Sunandaben Vohra View full book textPage 5
________________ અમરેલી નિવાસી પૂ. વડિલ હરિમા મહેતાની સંક્ષિપ્ત જાન ઝરમર શાશ્વતતીર્થ શ્રી શત્રુંજય ગિરિરાજ તથા ગિરનાર આદિ પાવનતીર્થોની હારમાળાથી શોભતા સોરઠદેશની રળિયામાણી ભૂમિમાં આવેલું મહવા ગાય તે સમયે ધર્મની જાહોજલાલીથી ઘમઘમતું હતું. વિ. સં. ૧૯૬૩માં અમરેલી નિવાસી મહેતા મળચંદભાઈ વછરાજભાઈ સાથે હરિબેન લગ્નગ્રંથીથી જોડાયા. રત્નકુક્ષિ હરિને વિ. સં. ૧૯૬૬માં તેજસ્વી પુત્ર ભાઈચંદને જન્મ આપ્યો, માત્ર સંસારનો જ નહિ, ધર્મનો પણ સુંદર વારસો માતાએ પુત્રને આપ્યો. પોતાના જીવનમાં એમણે ધર્મને તાણા – વાણાની જેમ વણી નાંખ્યો હતો. તેમનો જન્મ માત્ર ભૌતિક સુખ ભોગવવા જ નહી પણ તપ-ત્યાગ-સંયમસ્વાધ્યાયની આરાધના માટે વિશેષ હતો, એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નહીં ગણાય. માત્ર ચાર વર્ષની વયે જેમ પિતાનું શિરછત્ર ગુમાવ્યું, તેમ વિ. સં. ૧૯૬૮માં માત્ર પાંચ જ વર્ષના લગ્નજીવનમાં પતિનું પણ છત્ર ગુમાવ્યું. ત્યારે તેઓની ઉંમર ફક્ત ૧૯ વર્ષની અને પુત્ર ભાઈચંદની ઉંમર માત્ર બે જ વર્ષની હતી. કર્મસત્તા આગળ કોનું ચાલે? પણ દૃઢધર્મી આત્માઓ સંસારમાં આવતી આધિ-વ્યાધિ કે ઉપાધિની આંધીથી ડરતા નથી, તેમ હરિબેન પણ એકબાજુ ફરજરૂપે બાળકને મોટો કરે છે-સાથે ધર્મનું સિંચન કરે છે. બીજી બાજુ પોતે વિશેષ ધર્માભિમુખ બને છે. ધર્મી આત્માઓને સમય મળે તો ધર્મ કરવાની સુંદર તક મળી Fer Private Personal use one www.jainlike Jain Education.Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 94