Book Title: Manni Mirat
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 7
________________ એક શિષ્યએ પ્લેટોને પૂછ્યું, “આપ તો વિશ્વના પ્રસિદ્ધ વિદ્વાન અને તત્ત્વચિંતક છો. લોકો આપની પાસે કશુંક જાણવા, શીખવા અને પામવા આવે છે. કૂટ અને ગહન પ્રશ્નોના ઉત્તર મેળવવા આવે છે, એને બદલે તમે જાણે કશું જાણતા નથી, એ રીતે પ્રશ્નો પૂછો છો, તે કેવું ? આગંતુકોને લાગતું હશે કે આપ તો એક તદ્દન સામાન્ય જ્ઞાન ધરાવનારી વ્યક્તિ છો. આમ કરશો તો લોકોમાં તમારી પ્રતિષ્ઠા ઝંખવાશે.” પ્લેટોએ હસતાં હસતાં કહ્યું, “એમાં શું ? લોકો માટે વિશે શું વિચારે છે એને વિશે હું ક્યારેય ફિકર કરતો નથી. વળી હું ખુદ મારી જાતને મહાન વિદ્વાન અને ઉત્કૃષ્ટ તત્ત્વચિંતક માનતો નથી. જે વ્યક્તિ પોતાને વિશે આવું માને છે, તે કાં તો મૂર્ખ છે અથવા તો અસત્ય અને આડંબરનો આશરો લે છે.” એટલે શું ? આપે આવા સામાન્ય માણસો પાસેથી કશું શીખવાનું હોય છે ?" હા, દરેક વ્યક્તિમાં કશુંક વિચારવાની અને સમજવાની ક્ષમતા હોય છે. એ પોતાની વાતને ઘણી વાર અભિવ્યક્ત કરી શકતો નથી અથવા તો એ માટે અનુકૂળ પ્રસંગ મળ્યો હોતો નથી, પરંતુ પ્રત્યેક વ્યક્તિ કશુંક વિચારતી હોય છે અને તેથી એનો વિચાર અને એનો શબ્દ મહત્ત્વના હોય છે. વળી જ્ઞાન અપાર છે. એની કોઈ સીમા નથી. મારું જ્ઞાન તો સમુદ્રના એક નાનકડા બિંદુ જેવું છે. જેમ એક એક બિંદુથી સમુદ્ર બને છે, એ જ રીતે આવા એક એક શબ્દબિંદુથી જ્ઞાનવૃદ્ધિ થાય છે, આથી કોઈ પણ માણસને અણસમજુ સમજવો, એના જેવી બીજી કોઈ અણસમજ નથી.” ઉમદા ચારિત્ર ધરાવતો ઋષિ સમો મહાન તત્ત્વજ્ઞાની સૉક્રેટિસ લોકોના વિવેકનો ચિત્તમાંથી અજ્ઞાન દૂર કરતો હતો અને જેમ શિલ્પી પથ્થરમાંથી માનવઆકૃતિ મહિમા . કંડારે, એ રીતે સોક્રેટિસ માનવ-વ્યક્તિત્વને કંડારતો હતો. એના પરિચયમાં આવનારી વ્યક્તિ એના આંતરિક ગુણો અને મોહક વ્યક્તિત્વથી તરત પ્રભાવિત થઈ જતી. સતત શિષ્યોથી ઘેરાયેલા રહેતા સૉક્રેટિસ એક વાર અત્યંત ગંભીર ચર્ચા કરતા હતા, ત્યારે એક સામુદ્રિકશાસ્ત્રી આવી પહોંચ્યો. વ્યક્તિના ચહેરાને જોઈને એ એનું ચારિત્ર કહી આપતો હતો. એણે સોક્રેટિસના ચહેરાને ખૂબ ધ્યાનપૂર્વક જોઈને એમના શિષ્યોને કહ્યું, “અરે ! તમે લોકો સાવધ થઈ જાવ. જેને તમે ગુરુ તરીકે સન્માન આપો છો, એનું ચારિત્ર તો સાવ નિકૃષ્ટ છે. એના નાકનો આકાર સૂચવે છે કે એ અત્યંત ક્રોધી છે, સમજ્યા?” સામુદ્રિકશાસ્ત્રીની વાત સાંભળતાં જ સૉક્રેટિસના શિષ્યો એને મારવા ધસી ગયા, ત્યારે સૉક્રેટિસે શિષ્યોને અટકાવ્યા અને કહ્યું, “અરે, આ તો વિદ્વાન પુરુષ છે. એમને બોલવા દો.” જ્યોતિષીએ જરા કડક અવાજે કહ્યું, “હું સત્યને છુપાવીને મનની મિરાત ૧૧ જન્મ : ઈ. પૃ. ૪૨૩ એથેન્સ, ગ્રીસ અવસાન ; ઈ. પૃ. ૩૪૮૩૪૩ અંયેન્સ, ગ્રીસ ૧૦ મનની મિરાત

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 82