Book Title: Manni Mirat Author(s): Kumarpal Desai Publisher: Gurjar Sahitya Prakashan View full book textPage 6
________________ મનની મિરાત માર્ગ કુમારપાળ દેસાઈ છેલ્લાં બે હજાર વર્ષથી પાશ્ચાત્ય તત્ત્વચિંતનના ક્ષેત્રે પ્રભાવ પાડનાર જ્ઞાનવૃદ્ધિનો તત્ત્વચિંતક પ્લેટોએ તત્ત્વમીમાંસાના વિષયો, પરિભાષા અને વિચાર કોટિ નિશ્ચિત કર્યા. સૉટિસના શિષ્ય અને વિશ્વવિખ્યાત ફિલસૂફ ઍરિસ્ટોટલના ગુરુ એવા પ્લેટોએ વિખ્યાત ગ્રીક નાયક એકંડેસના નામ પરથી એકેડેમી સ્થાપી અને વિદ્યાર્થીઓને શિક્ષણ આપતો હતો. એક વાર પ્લેટોને મળવા માટે એની પ્રતિભાથી અંજાયેલી કેટલીક વ્યક્તિઓ આવી. પ્લેટો પાસેથી જ્ઞાન મેળવવા ઉત્સુક હતા, પણ વાત સાવ વિપરીત બની. પ્લેટોએ એમના પ્રશ્નોનો ઉત્તર આપવાને બદલે જીવન વિશેની પોતાની જિજ્ઞાસા પ્રગટ કરતા પ્રશ્નો પૂછીને ઉત્તર મેળવવાની અભિલાષા રાખી. આગંતુકોને એમ લાગ્યું કે ભલે પ્લેટો મહાન વિદ્વાન અને તત્ત્વચિંતક કહેવાતો હોય, પણ એ વાતમાં કોઈ માલ નથી. એ તો અમારા જેવો જગતનું સામાન્ય જ્ઞાન ધરાવનાર સાધારણ માનવી છે. એણે અમને કશું શીખવ્યું નહીં, એને બદલે અમે એને શીખવ્યું છે. એકેડેમીમાં અભ્યાસ કરતા પ્લેટોના શિષ્યો મૂંઝાઈ ગયા. મનઝરૂખો ૯Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 82