Book Title: Manni Mirat
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 4
________________ મનના ઝરૂખેથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે વિશ્વની ગતિવિધિની જાણકારી આપવા માટે અને સંસ્થાની પ્રવૃત્તિની માહિતી આપવા માટે આજથી એકવીસ વર્ષ પહેલાં ‘વિશ્વરંગ’ નામનું મુખપત્ર પ્રગટ કર્યું. એ સમયે સંસ્થાના પ્રેરક, માર્ગદર્શક અને વિશ્વકોશના શિલ્પી એવા ડૉ. ધીરુભાઈ ઠાકરે ૧૬ પૃષ્ઠનાં નાનકડાં ‘વિશ્વરંગ'માં દરેક વખતે એક વિદેશી મહાનુભાવોના જીવનનો માર્મિક પ્રસંગ આપવાનો આગ્રહ રાખ્યો. એ પરંપરા એ પછી ‘વિશ્વવિહાર'માં પણ જળવાઈ રહી અને એને પરિણામે આજે આ ત્રણ પુસ્તકો ‘મનની મિરાંત', 'જીવનનું જવાહિર ' અને ‘શીલની સંપદા' પ્રગટ થઈ રહ્યા છે. અમેરિકાના પ્રિન્સ્ટન શહેરમાં અતિ લોકપ્રિય એવા મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇનનું નિવાસસ્થાન જોયું, થોમસ આલ્વા એડિસનની લૅબોરેટરી જોઈ. એ પછી વેટિકનમાં માઇકલ એન્જલો જેવા ચિત્રકારોનાં ચિત્રો જોયાં અને સ્વાભાવિક રીતે જ એમના જીવનકાર્ય વિશેના ગ્રંથો વાંચવાની જિજ્ઞાસા જાગી. આપણે ત્યાં ભારતીય સંતો, યોગીઓ, નેતાઓ વિશેનાં પ્રસંગો મળે છે. પરિણામે આપણા દેશમાં પ્રસિદ્ધ હોય એવી વ્યક્તિઓના જીવનને આપણે ઓળખતા હોઈએ છીએ, જ્યારે વિદેશની પ્રભાવક વ્યક્તિઓનાં નામોનો ઉલ્લેખ માત્ર વિજ્ઞાન, ઇતિહાસ, સાહિત્ય, તત્ત્વજ્ઞાન, અર્થશાસ્ત્ર કે રાજકારણમાં મળે છે. અહીં જે જે વ્યક્તિઓના પ્રસંગો આપ્યા છે, તેમની જીવનની થોડી ઝાંખી પણ આપી છે અને એ રીતે આપણે વિદેશના મહાનુભાવોને ઓળખીએ અને એમના જીવન અને પ્રગતિમાં નિમિત્ત બનનાર એમની ગુણ-ગરિમાનો અનુભવ કરીએ, એવો આશય રાખવામાં આવ્યો છે. આવા વિદેશી મહાનુભાવોના પ્રસંગોના અંગ્રેજી માં પણ બહુ જૂજ પુસ્તકો મળે છે અને તેથી આ પ્રસંગોનું અંગ્રેજી અનુવાદ કરવાનું પણ વિચારવામાં આવ્યું. આ પુસ્તકના પ્રકાશન માટે શ્રી મનુભાઈ શાહે ખૂબ જહેમત ઉઠાવી છે અને આશા રાખું છું કે આ પ્રસંગોમાંથી વાચકોને જીવન પ્રત્યેનો નૂતન અભિગમ અને સ્વસ્ય ચિંતનની કેડી પ્રાપ્ત થાય. ૧૩-૬-૨૦૧૬ કુમારપાળ દેસાઈ અમદાવાદ અનુક્રમ જ્ઞાનવૃદ્ધિનો માર્ગ પ્લેટો ૨, વિવેકનો મહિમા સૉક્રેટિસ રાજનીતિના પાઠ કફ્યુશિયસ સૌથી ભયંકર પ્રાણી ડાયોજિનિસ સમ્રાટ અને ભિખારી હેન્રી ચોથો કાંકરા વીણું છું આઇઝેક ન્યૂટન આમ્સ પર આરોહણ નેપોલિયન બોનાપાર્ટ ૮. પુનલેખનનું કારણ કાર્લાઇલ અંતરાત્માનો અવાજ અબ્રાહમ લિંકન ૧૦. મોત એ જ વિસામો હેરીએટ બીચર સ્ટોર ૧૧. મને માફ કરી હેન્રી ડેવિડ થોરો ૧૨. સારાં કામ કરીએ લિયો ટૉલ્સ્ટોય ૧૩. ટીકા સામે નિર્ભય એલિનોર રૂઝવેલ્ટ ૧૪. આજનું શું ? એન્ડ્રુ કાર્નેગી ૧૫. અકિંચનોની સમૃદ્ધિ આલ્બર્ટ આઇન્સ્ટાઇન ૧૬. સાધનાની સાર્થકતા કફ્યુશિયસ ૧૭. સંગીતનો સાથ લુડવિગ ફાન ૧૮. સમયનું મૂલ્ય બેન્જામિન ફ્રેન્કલિન ૧૯. કલ્યાણની દૃષ્ટિ જૉન ડેવિસન રૉકફેલર ૪૫ ૨૦. નાસીપાસ ન થવું વિલિયમ સમરસેટ મોમ ૨ ૧. ચોરને માર્ગદર્શન માર્ક ટ્રેન ૨૨. આક્રોશને બદલે આદર એન્ડ્રુ કાર્નેગી ૨૩. જાત પર ભરોસો હેન્રી ફોર્ડ ૨૪. તૂટેલી પાંખો ખલિલ જિબ્રાન ૨૫. ઝેર પીવાની સલાહ સર એલેક ગિનેસ ૨૧. સાત જન્મ ઓછા પડે આર્થર ક્લાર્ક ૨૭. સમયપત્રક પ્રમાણે આલ્બર્ટ આઇન્સ્ટાઇન ૨૮. અંગત વેદના અબ્રાહમ લિંકન

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 82