Book Title: Mahimla Mahodaya
Author(s): Balvijay Maharaj
Publisher: Jain Patra Office

View full book text
Previous | Next

Page 5
________________ उपोद्घात. આ લોક અને પરલોકમાં આત્માનું ઉત્કૃષ્ટ હિત શેમાં રહેલું છે, એ દર્શાવવા તરફ સાહિત્ય માત્રની પ્રવૃત્તિ હોય છે, અને અમે માનીએ છીએ. કે વ્યકિત તેમજ વિશ્વના ઉચ્ચતમ શ્રેયના અર્થે, પ્રેમ અને એકરાગના સંરથાપન અર્થે, તેમજ દેશ અને સામ્રાજ્યના સુખ તથા કલ્યાણ અર્થે, સુંદર, સબળ અને તન મનના મનહર વિકાસવાળા મનુષ્ય ઉત્પન્ન થાય એના જે એક પણ વિષય અધિક ઉગી અને આપણું જીવન સાથે અતિ નિકટ સંબંધ ધરાવનાર નથી. આ હેતુની સિદ્ધિ અર્થે આપણુ આર્ય મહિલાઓએ કેવું ચાસ્ત્રિ પાળવું જોઈએ, પિતાના જીવનને કેવા ક્રમ ઉપર વહેવડાવવું જોઈએ, અને શરીર, મન અને હૃદયના સર્વાગ સુંદર વિકાસવાળા મનુષ્ય રત્નને જન્મ આપવા માટે શું શું કર્તવ્યો તેમના માટે જરૂરના છે, તે દર્શાવવા આ ગ્રંથમાં વ્યવહારૂ, સાદી, સીધી અને નિયમબદ્ધ સુચનાઓ આપવા પ્રયત્ન થયેલ છે. કહેવાની જરૂર નથી કે વ્યકિત સમાજ, દેશ, રાષ્ટ્રકવિની ઉન્નતિ એકલા પુરૂષ વર્ગના પ્રયત્નથી કદીપણ બનતી નથી. સ્ત્રી અને પુરૂષ મળીને જ એક અખિલ અંગ ઘડાય છે. તેથી જયાં સુધી સ્ત્રી વર્ગ તરફ અનાદર અથવા અવગણનાની દ્રષ્ટિ પુરૂષ વર્ગમાં વ્યાપી રહેશે, ત્યાં સુધી તેમની પ્રગતિના રથનું એક ચક્ર કોઈ પણ કાર્ય માટે નાલાયકજ રહેશે. દેશ કે સમાજની પ્રગતિ અથવા હિતની અભિવૃદ્ધિ માટે જે પ્રકારની ઉત્તમ પ્રજાની જરૂર છે તે સ્ત્રી વર્ગની ઉન્નતિ ઉપર અવલંબીને રહેલી છે. મુખે અજ્ઞાન, અણસમજુ સ્ત્રીઓ કોઈ કાળે ઉત્તમ ગુણે વાળા બુદ્ધિમાન મને બળ યુક્ત બાળકે પ્રગટાવી શકતી નથી, એ વાત સહુ કોઈ જાણે છે. લીંબડામાંથી જેમ લીંબડોજ પાકે છે, તેમ અજ્ઞાન અને અબુદ્ધ સ્ત્રીઓના ગર્ભમાં એવાજ ગુણોવાળા બાળકે ઉત્પન્ન થાય છે, એ સત્ય આપણું સમાજના હૃદયમાં ઊંક ઉતર માટે આવા ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 196