Book Title: Mahimla Mahodaya Author(s): Balvijay Maharaj Publisher: Jain Patra Office View full book textPage 4
________________ - તેઓશ્રીનું ચિત્ત હવે શાસ્ત્રાધ્યયનમાં વધારે દેરાયું તેથી બીયાવર (નયા શહેર) માં આવી સારસ્વત વ્યાકરણ-ચંદ્રીકા, અમરકેષને અભ્યાસ કરતાં પંચતિથિ અને આબુની યાત્રાને લાભ લઈ પાટણમાસું કર્યું ને બીજા વર્ષે શ્રીસિદ્ધક્ષેત્ર (પાલીતાણું) માં વૃદ્ધ તપસ્વી પન્યાસ શ્રી ચતુરવિજયજી પાસે વડી દીક્ષા લઈ કર્મગ્રંથ વગેરે અભ્યાસમાં આગળ વધવું શરૂ રાખ્યું. હવે તેમને વિહાર ખાનદેશમાં થઈ દક્ષિણ તરફ આગળ વધવા લાગે. અને તે દરમિયાન જાહેરમાં ઉપદેશ આપવાને પ્રસંગ મળતાં તેમણે જમાનાને ઉચિત માગે લેકપ્રગતિ વાળવાનું શરૂ કર્યું, એમ તેમના આ વિહાર દરમિયાન સિરસાલા, જલગામ, શીરપુર, ચાલીસગામ વગેરે સ્થળે થયેલી જૈન લાયબ્રેરીની સ્થાપના તથા પારામાં થયેલી જૈન બોર્ડીગની શરૂઆત તેમજ સંગમનેર તરફ થયેલા મહત્સવથી ખાત્રી થાય છે. દક્ષિણમાં સંવેગી મુનિના વિહારને આ પ્રથમ પ્રસંગ હતા અને તે છેક અહમદનગર થઈ અંતરિક્ષજી સુધી આગળ વધવાથી તે તરફ ધર્મરૂચી સારી જાગૃત થવા પામી હતી. - - અમલનેરમાં ભરાયેલી દક્ષિણ પ્રાંતિક કેન્ફરન્સ તેમના વિહાર દરમિયાન અને હાજરી સાથે ઉપદેશના ફળરૂપે હતી. તેમજ પૂના ખાતે મળેલી સાતમી જેને “વેકેન્ફરન્સ પ્રસંગે પણ તેમની હાજરી હતી. વળી તે દરમિયાન પ્રતિષ્ઠામહેન્સ થતાં વાર્ધામાં જમણવારથી સ્વામીવાત્સલ્યનો હેતુ સાપ્ય થતો નથી તેમ ઉપદેશ કરતાં એક મારવાડી ગ્રહસ્થ તરફથી રૂા. ચાર હજારના કપડાં જરૂરવાળા ગામોમાં મેકલવામાં આવ્યાં હતાં. જાહેર લેકચર દ્વારા ઉપદેશ, જાહેર પત્રમાં ઉપદેશક લેખ લખવાનો ઉત્સાહ, અને જાહેર પ્રજા માટે ઉપયોગી સાહિત્યની અભિવૃદ્ધિ અથે ગ્રંથ સંશોધન તેમજ લેખન ઉપર પ્રેમ એ તેમના સદગુણના શુભ ચિન્હ છે અને આ ગ્રંથ પણ તેવાજ તેમના શ્રમના ફળરૂપે બહાર આવવા પામેલ છે. આ ઉપરાંત તેમના તરફથી સૌભાગ્ય સુંદરી તથા અંગસેન કનકાવતી ગ્રંથ લખાય છે આવા સાહિત્ય પ્રેમ માટે તેમને ધન્યવાદ ઘટે છે. અને આ પ્રથમ પુષ્પ જેને પત્રના વાચકોના હાથમાં મુકવામાં તેમની લાગણી માટે ઉપકાર જાહેર કરતાં ભવિષ્યમાં તેઓ સમાજસેવા માટે વધુ આગળ વધતા થાઓ તેમ ઈચ્છીએ છીયે. પ્રકાશક, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 196