________________
श्रीमहावीरचरित्रम् इय भो देवाणुप्पिय! मिच्छत्तं सयलदोसकुलभवणं । नीसेसदुग्गदुग्गइसंसग्गकरं लहुं चयसु ।।५७ ।।
सम्मत्तं पुण नीसेसदोसविरहियमसेससुहफलयं ।
जीवाण तिव्वजरमरणदुक्खवुच्छेयणसमत्थं ।।५८ ।। जं मोहणिज्जपबलत्तविगमओ गुरुवसा सयं वावि । उल्लसई कल्लाणयवल्लीजलकुल्लतुल्लं व ।।५९ ।।
तत्तो अठ्ठारसदोसवज्जिए जिणवरंमि पडिवत्ती। देवोत्ति समुप्पज्जइ निरवज्जा वज्जघडियव्व ।।६०।।
एवं भोः देवानुप्रिय! मिथ्यात्वं सकलदोषकुलभवनम् । निःशेषदुर्गदुर्गतिसंसर्गकरं लघु त्यज ।।५७।।
सम्यक्त्वं पुनः निःशेषदोषविरहितमशेषसुखफलदम्।
जीवानां तीव्रजरा-मरणदुःखव्युच्छेदनसमर्थम् ।।५८ ।। यद् मोहनीयप्रबलत्वविगमतः गुरुवशात् स्वयं वाऽपि । उल्लसति कल्याणकवल्लीजलकुल्यातुल्यमिव ।।५९ ।।
ततः अष्टादशदोषवर्जिते जिनवरे प्रतिपत्तिः । देवः इति समुत्पद्यते निरवद्या वज्रघटिता इव ||६० ||
માટે હે દેવાનુપ્રિય! સમસ્ત દોષોના સ્થાનરૂપ અને તમામ દુઃખ (?) અને દુર્ગતિના સંબંધને કરનાર એવા મિથ્યાત્વનો સત્વર ત્યાગ કરો (૫૭)
વળી સમ્યક્ત તો તમામ દોષ રહિત, બધા સુખને આપનાર તથા પ્રાણીઓના તીવ્ર જન્મ, જરા અને મરણના દુઃખનો ઉચ્છેદ કરવામાં સમર્થ છે, (૫૮)
કે જે કલ્યાણરૂપ લતાઓને જળની નીક સમાન એવું સમકિત, મોહનીય કર્મની પ્રબળતા દૂર થવાથી અથવા તો ગુરુના સમાગમથી કે સ્વયમેવ પ્રગટ થાય છે. (૫૯)
પછી અઢાર દોષ રહિત જિનેશ્વરમાં દેવબુદ્ધિ પ્રગટે છે કે જે વજ જેવી દઢ અને નિર્દોષ હોય છે. (७०)