________________
१९३
तृतीयः प्रस्तावः
भत्तं पच्चक्खाउं नियाणबंधं च काउमुज्जुत्तो। पच्चासण्णमुणीणवि समक्खमेवं पजपेइ ||८|| जुम्मं ।
जइ ताव ममं दुक्करतवस्स छट्ठट्ठमाइरूवस्स ।
सज्झाय-झाणसहियस्सिमस्स सव्वायरकयस्स ।।९।। बायालीसेसणदोसरहियसुटुंछभोयणस्सऽविय। सुत्तत्थतत्तचिंतण(पर)गुरुजणविणयाणुचरणस्स ।।१०।। पंचमहव्वयधरणस्स वावि फलमउलमत्थि नणु किंपि। अतुलियबलकलिओऽहं ता होज्जा अण्णजम्मंमि ।।११।। तिहिं विसेसियं ।
भक्तं प्रत्याख्याय निदानबन्धं च कर्तुमुद्यतमानः | प्रत्यासन्नमुनीनामपि समक्षमेवं प्रजल्पति ।।८ ।। युग्मम् ।
यदि तावद् मम दुष्करतपसः षष्टाऽष्टमादिरूपस्य।
स्वाध्यायध्यानसहितस्याऽस्य सर्वाऽऽदरकृतस्य ।।९।। द्विचत्वारिंशदेषणदोषरहितसुष्ठूञ्छभोजनस्याऽपि च। सूत्रार्थतत्त्वचिन्तन(पर)गुरुजनविनयानुचरणस्य ।।१०।।
पञ्चमहाव्रतधारकस्य वाऽपि फलमतुलमस्ति ननु किमपि । अतुलबलकलितः अहं ततः भवामि अन्यजन्मनि ।।११।। त्रिभिः विशेषितम् ।
ચિંતવ્યા વિના કરેલો છે સંકલ્પ એવા તે આહારના પચ્ચખાણ તથા નિયાણા-બંધ કરવા તૈયાર થયા; અને તે વખતે પાસે રહેલા મુનિઓને તેઓ આ પ્રમાણે કહેવા લાગ્યા-(૭૮)
જો છઠ્ઠ, અઠ્ઠમાદિ દુષ્કર તપ કે જે સર્વપ્રકારે આદરપૂર્વક સ્વાધ્યાય-ધ્યાન સાથે મેં કરેલ છે તેનું, બેંતાલીશ એષણાદોષથી રહિત એવો શુદ્ધ આહાર જો મેં ગ્રહણ કરેલ છે તેનું, સૂત્રાર્થના તત્ત્વચિંતનમાં અને ગુરુજનનો વિનય કરવામાં જો મેં સમય વ્યતીત કરેલ છે તેનું અને પંચમહાવ્રતને ધારણ કર્યા છે એ બધાનું જે કાંઇ અતુલ ફળ હોય, તો આવતા જન્મમાં હું અતુલ બળશાળી થાઉં' (૯/૧૦/૧૧).