Book Title: Mahavir Chariyam Part 01
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust
View full book text
________________
२६१
तृतीयः प्रस्तावः
किं च-रणट्ठाणनिवडियकण्ण-सीस-कर-चरण-जंघतणुखंडं। विहिणो घरं व नज्जइ जयजणघडणुज्जयमइस्स ।।२४।। एवं च बहूई वासराइं महासम्मद्देण निवाडियाणेगसुहत्थिसु तिक्खनारायनिभिन्नकुंभिकुंभत्थलेसु, चुरियचारुतुंगसिंगरहवरेसु, मुसुमूरियनरवइसहस्सेसु जायंतेसु आओहणेसु पेच्छिऊण बहुजणक्खयं तिविट्ठणा भणाविओ दूयवयणेण आसग्गीवो, जहा-'किमणेण निरत्थएणं निदोसपरियणक्खएणं?, तुमं च अहं च परोप्परबद्धवेरा । ता अंगीकरेह नियभुयबलं, सम्म ठवेहि चित्तावटुंभं, विमुंच कायरत्तं, परिच्चय परपुरिसायारं, दावेहि सहत्थकोसल्लं, मेल्लेहि सरीरसोकुमल्लं, पगुणो भवाहि असहाओ मए एगागिणा सह जुज्झिउंति । सम्ममवधारिऊण गओ दूओ, निवेइओ आसग्गीवस्स कुमारसंदेसगो, पडिवन्नो य राइणा ।
किं च-रणस्थाननिपतित कर्ण-शीर्ष-कर-चरण-जङ्घातनुखण्डम् । विधेः गृहमिव ज्ञायते जगज्जनघटनोद्यतमतेः ।।२४।। एवं च बहूनि वासराणि महासम्मन निपातिताऽनेकसुहस्तिषु तीक्ष्णनाराचनिर्भिन्नकुम्भिकुम्भस्थलेषु, चूरितचारुतुङ्गशृङ्गरथवरेषु, भिन्ननरपतिसहस्रेषु जायमानेषु आयोधनेषु प्रेक्ष्य बहुजनक्षयं त्रिपृष्ठेन भणितः दूतवचनेन अश्वग्रीवः, यथा-किमनेन निरर्थकेन निर्दोषपरिजनक्षयेण? त्वं च अहं च परस्परबद्धवैरौ । तस्माद् अङ्गीकुरु निजभुजबलम्, सम्यक् स्थापय चित्ताऽवष्टम्भम्, विमुञ्च कातरत्वम्, परित्यज परपौरुषम्, दर्शय स्वहस्तकौशल्यम्, मुञ्च शरीरसुकुमारत्वम्, प्रगुणः भव असहायः मया एकाकिना सह योद्धुम् इति । सम्यग् अवधार्य गतः दूतः, निवेदितः अश्वग्रीवस्य कुमारसन्देशः, प्रतिपन्नश्च
અને વળી રણસ્થાનમાં પડેલા કાન, શિર, હાથ, પગ, જંઘા અને શરીરના ટુકડા જોતાં, જગતના લોકોને ઘડવા તૈયાર થયેલા એવા વિધાતાના ઘર જેવું તે ભાસતું હતું. (૨૪)
એ રીતે ઘણા દિવસ મહાસંગ્રામ ચાલતાં, તીક્ષ્ણ બાણોથી કુંભસ્થળમાં ભેદાયેલા અનેક શ્રેષ્ઠ હાથીઓ જમીનદોસ્ત થતાં, વળી સુંદર અને ઊંચા રથો ચૂરણ થઇ જતાં, હજારો રાજાઓ નાશ પામતાં અને ત્યાં બહુ લોકોનો ક્ષય થતો જોઇને ત્રિપૃષ્ઠ દૂતના મુખથી અશ્વગ્રીવને જણાવ્યું. આ નિરર્થક નિર્દોષ પરિજનોના નાશથી શું? આપણા વચ્ચે પરસ્પર વૈર બંધાયેલ છે, માટે તું તારા ભુજબળને અંગીકાર કરી ચિત્તને બરાબર સ્થિર કર. કાયરતા તજીને પરના પ્રયત્નની આશા મૂકી દે. પોતાના હાથની કુશળતા બતાવ, શરીરની સુકુમારતા મેલી દે, અને એકલા મારી સાથે કોઇની મદદ વિના સંગ્રામ કરવાને તૈયાર થા.” એટલે એ સંદેશો બરાબર ધારી લઇને દૂત ચાલ્યો અને કુમારનો સંદેશો તેણે અશ્વગ્રીવને નિવેદન કર્યો. રાજાએ તે પ્રમાણે કબૂલ કર્યું. પછી બીજે દિવસે વિચિત્ર હથિયારથી ભરેલ, પ્રવર અશ્વયુક્ત તથા સારથિ માત્રના પરિકર સહિત એવા રથ પર આરૂઢ થઇને

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340