________________
२१८
श्रीमहावीरचरित्रम अह खमणगोव्व मुणिउव्व पंडरंगोव्व तक्खणं जाओ। सो चंडवेगदूओ नियजीवियरक्खणट्ठाए ।।१०।।
सेसो पुण परिवारो जीवियकंखी य पहरणे मोत्तुं ।
सयलदिसासु पलाणो दंसणमेत्तेऽवि कुमरस्स ।।११।। एवं च लुंच-विलुंचियं काउं दूयं वलिया कुमारा | जाणिया य वत्ता पयावइणा | तओ भीउव्विग्गो चिंतिउमाढत्तो-अहो असोहणं कयं कुमारेहिं। एयंमि पडिकूलिए परमत्थेण आसग्गीवो पडिकूलिओ। अजहाबलमारंभो मूलं विणासस्स। न य कुमारावरद्धे मम निद्दोसत्तणं वयणसएणवि कोऽवि पडिवज्जिही। पडिवज्जिएवि पयडो खलु एस ववहारो जं भिच्चवराहे सामिणो दंडो। ता विसममावडियं । अहवा अलं चिंतिएण| उवाओ चेव
अथ क्षपणकः इव, मुनिः इव पाण्डुराङ्गः इव तत्क्षणं जातः । सः चण्डवेगदूतः निजजीवितरक्षणार्थम् ।।१०।।
शेषः पुनः परिवारः जीवितकाङ्क्षी च प्रहरणानि मुक्त्वा ।
सकलदिक्षु पलायितः दर्शनमात्रेऽपि कुमारस्य ।।११।। एवं च लुञ्च-विलुञ्चितं कृत्वा दूतं वलिताः कुमाराः । ज्ञाता च वार्ता प्रजापतिना। ततः भीतोद्विग्नः चिन्तयितुं आरब्धवान् ‘अहो! अशोभनं कृतं कुमारैः । एतस्मिन् प्रतिकूलिते परमार्थेन अश्वग्रीवः प्रतिकूलितः। अयथाबलमाऽऽरम्भः मूलं विनाशस्य । न च कुमाराऽपराधे मम निर्दोषत्वं वचनशतेनाऽपि कोऽपि प्रतिपत्स्यति। प्रतिप्रत्यां अपि प्रकटः खलु एषः व्यवहारः यद् भृत्याऽपराधे स्वामिनः दण्डः । तस्मात् विषममापतितम्। अथवा अलं चिन्तितेन । उपायः एव उपेयस्य साधकः' इति निश्चित्य आनायितः दूतः। सविशेषं कृता
એટલે પોતાના જીવિતની રક્ષા માટે તે ચંડવેગ દૂત તરત તપસ્વી, મુનિ કે મહાદેવ જેવો બની ગયો. (૧૦)
વળી પોતાના જીવિતને ઈચ્છનાર એવો અન્ય જે તેનો પરિવાર હતો, તે તો કુમારને જોતાં જ શસ્ત્રો નાખી દઇને ચારે દિશામાં પલાયન કરી ગયો. (૧૧)
એ પ્રમાણે દૂતના હાલહવાલ કરીને કુમારો પાછા વળ્યા. એ હકીકત પ્રજાપતિ રાજાના જાણવામાં આવતાં તે ભયથી ઉદ્વિગ્ન થઇને ચિંતવવા લાગ્યો કે “અહો! કુમારોએ બહુ જ ખોટું કર્યું. એ દૂત પ્રતિકૂળ થતાં ખરી રીતે અશ્વગ્રીવ રાજા પ્રતિકૂળ થયો. અયોગ્ય રીતે બળ વાપરવાથી વિનાશનું મૂળ રોપાય છે. વળી કુમારોના અપરાધમાં ગમે તેવાં વચનોથી પણ મારું નિર્દોષપણું કોઇ સ્વીકારે તેમ નથી અને કદાચ કોઇ સ્વીકારે, છતાં જગતમાં એવો વ્યવહાર તો પ્રગટ જ છે કે “સેવકનો અપરાધ થતાં સ્વામી દંડાય.” તેથી મારાપર તો સંકટ જ આવી પડ્યું. અથવા તો આવી ચિંતા કરવાથી શું? કારણ કે ઉપાય જ ઉપય-કાર્યનો સાધક છે, એમ નિશ્ચય કરીને તેણે ચંડવેગ દૂતને