________________
१८२
श्रीमहावीरचरित्रम परिणाहसालिवित्तंसि थणेसुं न धम्मबुद्धिसु नियंति। पेहंति तणुयमुयरं साणंदा न उण नियआउं ।।१७।।
सुरमणुयगईपरिहंपि सुंदरं भुयजुयं पसंसंति ।
जंघोरुजुयं अइअसुइयंपि उवमिंति रंभाए ।।१८ ।। इय भो देवाणुप्पिय! विप्पियहेउंपि जुवइजणदेहं । मणमोहणवम्महचुण्णपुण्णचित्ता अभिलसंति ।।१९।।
तेच्चिय पमाणमवलंबिऊण भोगेसु को पयट्टेज्जा?। कुपहपवण्णो किं होज्ज कोइ कुसलाणुसरणिज्जो? ।।२०।।
विस्तारशालीवृत्तौ स्तनौ न धर्मबुद्धिषु पश्यन्ति। प्रेक्षन्ते तनुकमुदरं सानन्दा न पुनः निजायुः ।।१७।।
सुरमनुजगतिपरिघमपि सुन्दरं भुजयुगं प्रशंसन्ति ।
जङ्घोरुयुगमत्यशुचिकमपि उपमिन्वन्ति रम्भया ।।१८ ।। इति भोः देवानुप्रिय! विप्रियहेतुमपि युवतीजनदेहम् । मनमोहनमन्मथचूर्णपूर्णचित्ताः अभिलषन्ति ।।१९।।
तद् (देह) एव प्रमाणमवलम्ब्य भोगेषु कः प्रवर्तेत?। कुपथप्रपन्नः किं भवेत् कः अपि कुशलाऽनुसरणीयः? ।।२०।।
વળી કેટલાક પુરુષો વિસ્તીર્ણ અને ગોળ એવા તેમના સ્તનને જોઈ રાજી થાય છે, પણ ધર્મ-બુદ્ધિમાં દૃષ્ટિ કરતા નથી, તેમના કૃશ ઉદરને આનંદપૂર્વક નીહાળે છે, પરંતુ પોતાના આયુષ્યની અલ્પતાને જોતા નથી. (૧૭)
દેવ અને મનુષ્યગતિ અટકાવવામાં પરિવા-મૂંગળ સમાન તેમના સુંદર બે હાથને ઘણા વખાણે છે. તેમ જંઘા અને બે સાથળ અતિઅશુચિ છતાં કદલીના સ્તંભ સાથે તેને સરખાવે છે. (૧૮)
હે દેવાનુપ્રિય! એ પ્રમાણે યુવતીજનોનો દેહ, અપ્રિય-દુ:ખના હેતુરૂપ છતાં મનને મોહ પમાડનાર કામદેવથી જેમના હૃદય એકદમ ઘાયલ થઇ ગયાં છે એવા પુરુષો તેની અભિલાષા કરે છે. (૧૯)
તેવા તે શરીરને પ્રમાણરૂપ = સુખકારી માનીને ભોગોમાં કોણ પ્રવર્તે? કારણ કે કુશળ જનને અનુસરનાર શું ક્યારેય કુપથગામી થાય? (૨૦)