Book Title: Lekh Sangraha Part 05
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 7
________________ ૪ ) ( પેાતાના સહવાસમાં આવતી દરેક વ્યક્તિની, રખેને તે અધથી વાસિત ન બની જાય તેવી સંપૂર્ણ કાળજી અને ચીવટ રાખતા. ઊગતા છેાડ અને બાળમાનસ જેમ વાળીએ તેમ વળે-તે વાત તેઓશ્રી સપૂર્ણ રીતે સમજતા અને તેથી જ તેઓ બાળકામાં સુસંસ્કાર રેડવા માટે સદૈવ પ્રવૃત્ત જ રહેતાં. તેમના લખાણામાં પણ આપણે બાળકેળવણી પ્રત્યે અતિશય વજન અપાતુ નિહાળીએ છીએ. કાઇપણ વ્યક્તિનું હાર્દ કેવુ છે તે તેમની લેખનશૈલી, વિચારશૈલી અને ભાષાવ્યવહારથી જાણી શકાય છે. સદ્દગતશ્રીનું હૃદય ભવ ભીરુ અને કરુણા હેાવા સાથે ધર્મ-દૃઢ હતું અને આ વાતની સાક્ષી તેમના લેખસંગ્રહા પૂરે છે. તમે ગમે તે વિભાગ લઇને વાંચવા બેસશે તે તમને ઉપરોકત ત્રણે ગુણાને સાક્ષાત્કાર થશે. તેઓએ ઉપદેશની પરબ ખાલી હતી. પરખે જઇને દરેક પ્રાણી પોતાની તૃષા છીપાવે તેમ શ્રીમાન કપૂરવિજયજી મહારાજ પાસે જનાર પ્રાણી કંઇ તે કાંઇ ઉપદેશ, વ્રત યા નિયમ વિગેરે લઇને જ પાછા ફરતા. આધુનિક વાતાવરણથી રંગાયેલ કાલેજના વિદ્યાર્થીને પણ તેઓ શાંત રીતે સમજાવતા અને તે વિદ્યાર્થી પણ સુસ ́સ્કારની સારી છાપ લઈને જ ત્યાંથી ઊઠતેા. તેમના આસનની નજીક ચારે બાજુએ પુસ્તકાનેા ઢગ પડ્યો જ હાય અને જેવા ખપી જીવ હાય તેને લાયક પુસ્તક તેએ બક્ષીસ આપતા અને એ રીતે તે એક જીવતા "" પુસ્તકાલય રૂપ જ હતા. "" તેઓશ્રી માનતા કે એક વાર ધાર્મિક સંસ્કાર સુદઢ થયા પછી મેહ–માયાના પાશા–પ્રલેાભનેા પ્રાણીને ઝકડી શકશે નહિ. અને એટલા ખાતર તેમણે પોતાના ઉપદેશ–પ્રવાહ સરલ અને સુખેાધ ભાષામાં વહેતે મૂકયેા. તેમના પોતાનામાં સારી વિદ્વત્તા હતી, સંસ્કૃતને સારા મેધ હતા, આધુનિક ઇંગ્લીશ કેળવણીના સારા અભ્યાસ પણ હતા; છતાં તેમની ભાષામાં આડંબર, કાર્ડિન્ય અને વિષમ વાકયપ્રયાગા નહાતા. સામાન્ય આમજનતા જાણી શકે—સમજી શકે તે માટે હળવી અને સાદી

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 370