________________
XII
श्रीकुमारविहारशतकम्
શુદ્ધિને માટે પૂર્ણ કાળજી રાખી તેના લેખને જાતે તપાસી ગ્રંથના ગૌરવમાં સારી વૃદ્ધિ થાય તેવી યોજના કરી આપી હતી. નિઃસ્વાર્થ ઉપકાર વૃત્તિને ધારણ કરનારા અને જૈન સાહિત્યને ખીલવવાની અંતરંગ ઈચ્છા રાખનારા એ મહાનુભાવ મુનિવરો કે જેઓ પોતાના ગુરૂના નામથી અંકિત એવી અમારી સંસ્થાને પવિત્રકાર્યમાં સહાયભૂત થાય છે, તેનો અમે હૃદયથી આભાર માનીએ છીએ. - ઉક્ત મુનિ મહારાજાઓ જ્યારે કચ્છ માંડવીમાં ચાર્તુમાસ રહેલા તે વખતે માંડવીના શ્રીસંઘ તરફથી જ્ઞાનખાતાની ઉપજેલી રકમ, તેમજ અમદાવાદની પાંજરાપોળના ઉપાશ્રયના વહીવટ કરનાર શેઠ જેસંગભાઈ હઠીસિંગ તરફથી જ્ઞાનખાતે ઉપજેલ રકમ, મહારાજ સાહેબ શ્રી હંસવિજયજી મહારાજના સદુપદેશથી તે બંને તરફથી આ પુસ્તકની પ્રસિદ્ધિની સહાયમાં અર્પણ કરવામાં આવેલી છે, તેને માટે તે બંનેનો આભાર માનવામાં આવે છે. તે રીતિનું અનુકરણ કરી પ્રાચીન જૈન સાહિત્યના આવા આવા ઉત્તમ ગ્રંથો પ્રગટ કરવા માટે બીજા પણ સ્વધર્મપ્રેમી જૈન ગૃહસ્થો જે વિશેષ ઉમંગી થશે તો આ સંસ્થા તેવું કાર્ય કરવાને સદા વધારે ઉત્સાહી રહેશે.
આ ગ્રંથની એકેક પ્રત મુનિરાજને, સાધ્વીઓને, તથા પુસ્તકભંડારમાં મુકવા માટે સભા તરફથી ભેટ તરીકે અર્પણ કરવાની છે. આવા સંસ્કૃત અને માગધી ભાષાના ગ્રંથો મૂળ, ટીકા (અવચૂરિ) ભાવાર્થ, વિશેષાર્થ, સાથે અનેક શુદ્ધ થઈને બહાર પડે એવી અમારી અંતઃકરણની ઈચ્છા હોવાથી, તેના પ્રથમ પ્રયત્નરૂપે આ ગ્રંથ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.
આ ગ્રંથ ખાસ કરીને ચકચકીત ઉચા આર્ટપેપર ઉપર મોટો ખર્ચ