________________
G
પ્રશ્નોત્તરી ભાગ-૪
અસન્ની-સન્ની પર્યાપ્ત જીવો.
૮૪. પર્યાપ્તા વિકલેન્દ્રિય યોગ્ય ઓગણત્રીશનો બંધ કેટલા ગુણસ્થાનકમાં તથા જીવ ભેદોમાં થાય ?
ઉ એક મિથ્યાત્વ ગુણસ્થાનકે, તથા ચૌદ જીવ ભેદો બંધ કરી શકે છે. ૮૫. પર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિય યોગ્ય ઓગણત્રીશનો બંધ કેટલા ગુણસ્થાનકે તથા જીવ ભેદો કરે ?
૨૧
બે ગુણસ્થાનકમાં (પહેલા-બીજા) તથા ચૌદ જીવ ભેદો બંધ કરે છે. ૮૬. પર્યાપ્ત મનુષ્ય યોગ્ય ઓગણત્રીશનો બંધ કેટલા ગુણસ્થાનકવાળા તથા જીવભેદો કરે છે.
ઉ
એકથી ચાર ગુણસ્થાનકવાળા જીવો બાંધે તથા ચૌદ જીવ ભેદવાળા જીવો બાંધી શકે છે.
૮૭. દેવગતિ યોગ્ય ઓગણત્રીશનો બંધ કેટલા ગુણસ્થાનકવાળા જીવો તથા જીવ ભેદો કરે ?
ઉ
ચારથી આઠમાના છઠ્ઠા ભાગ સુધી ગુણસ્થાનકમાં રહેલા જીવો બાંધે તથા એક સન્ની જીવ બાંધે
૮૮. પર્યાપ્ત વિક્લેન્દ્રીય યોગ્ય ત્રીશનો બંધ કેટલા ગુણસ્થાનકવાળા તથા જીવ ભેદો કરે ?
એક મિથ્યાત્વવાળા જીવો, તથા ચૌદ જીવ ભેદો બાંધે
૮૯. પર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિય યોગ્ય ત્રીશનો બંધ કેટલા ગુણસ્થાનકવાળા તથા જીવ ભેદો કરે ?
ઉ પહેલા બીજા બે ગુણસ્થાનવાળા ચૌદ જીવ ભેદો બાંધે છે
૯૦. પર્યાપ્ત મનુષ્ય યોગ્ય ત્રીશનો બંધ કેટલા ગુણસ્થાનવાળા તથા જીવ ભેદો
કરે ?
ઉ
એક અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકવાળા તથા એક સન્ની પર્યાપ્ત જીવ ભેદવાળા જીવો બાંધે છે.
૯૧. દેવગતિ યોગ્ય ત્રીશનો બંધ કેટલા ગુણસ્થાનકવાળા તથા જીવ ભેદો કરે?