________________
૧૨૦
કર્મગ્રંથ-૬ ઉદયસત્તાભાંગા ૧૬૭ + ૫૩ + ૭૭ + ૨૬૯૯ + ૭૨ + ૪૭૧૨ + ૭૦૪૦ + ૧૧૬૨૪ + ૪૬૫૬ = ૩૧૧૦૦ ૩૧૧૦૦ x ૧૬ બંધમાંગા = ૪૯૭૬૦૦ બંધોદયસત્તાભાંગા અથવા
સંવેધ ભાંગા થાય છે. ૬૦૪. છવ્વીશના બંધે બીજા વિકલ્પથી સંવેધ ભાંગા કેટલા થાય? - ૧ અપર્યાપ્તા દેવતાઓ એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ કરતા નથી એમ લાગે છે
કારણ કે સન્ની કે અસત્રી પર્યાપ્ત જીવો મરીને દેવલોકમાં ઉત્પન્ન થાય છે
ત્યાં એક અંતર્મુહૂર્ત સુધી સન્ની પ્રાયોગ્ય બંધ કરે એમ વાત આવે છે કારણ કે સન્ની પર્યાપ્ત જીવો મરીને સન્નીપણામાં જાય તો એક અંતર્મુહૂર્ત સુધી સન્ની પ્રાયોગ્ય બંધ કરે તે બંધ ચાલુ હોય છે માટે આ કારણથી ૨૧ ના ઉદયના ૮ ભાંગા + ૨૫ ના ઉદયના ૧૬ ભાંગા + ૨૭ ના ઉદયના ૮ ભાંગા અને ૨૮ ના ઉદયના ૧૬ ભાંગા એમ ૪૮ નીકળી જાય તેથી ૭૭૬૮ માંથી ૪૮ ભાંગા બાદ કરતાં ૭૭૨૦ ઉદયભાંગા થાય તથા ૮ સત્તાસ્થાનકો જતાં ૧૪૩ માંથી બાદ કરી એ તો ૧૩૫ રહે તથા ૩૧૧૦૦ ઉદયસત્તાભાંગામાંથી ૯૬ ઉદય સત્તાભાંગાબાદ જતાં ૩૧૦૦૪ ઉદયસત્તાભાંગા રહે ૩૧૦૦૪ ઉદયસત્તાભાંગા x ૧૬ બંધ
ભાંગા = ૪૯૬૦૬૪ બંધોદયસત્તાભાંગા અથવા સંવેધભાંગા થાય છે. ૬૦૫. અઠ્ઠાવીશના બંધે દેવગતિ પ્રાયોગ્ય સામાન્યથી સંવેધભાંગા-બંધ-ઉદય
સત્તાદિમાંના કેટલા થાય ? ૨૮ બંધ બંધભાંગા ૮, ઉદયસ્થાન, ૮. ૨૧, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧.
સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮ ઉદય ભાંગા ૭૬૦૨ થાય છે. ૬૦૬. અઠ્ઠાવીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ? સામાન્ય તિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ x ૨ = ૧૬ ઉદય સત્તાભાંગા.