Book Title: Karmgranth 04 by 01 Prashnottari Author(s): Narvahanvijay Publisher: Narvahanvijay View full book textPage 9
________________ સંખ્યાત અસંખ્યાત અને અનંતનું વર્ણન કરવામાં આવ્યું છે. આ કર્મ ગ્રંથની ગાથાઓ નામ મુજબ ૮૬ છે. પાંચમા કર્મ ગ્રંથનું નામ “શતક” કર્મ ગ્રંથ છે. આ કર્મ ગ્રંથમાં કુલ્લે ૨૬ કારોનું–વિષયોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તેમાં ધ્રુવબંધી, અવશ્ય બંધાય. તેવી પ્રકૃતિ-૧, અદ્યુવબંધી, અવશ્યરૂપે ન બંધાય તેવી પ્રકૃતિઓ-ર, તેમજ. કુદી પ્રકૃતિઓ-૩, અશ્રુદયી પ્રકૃતિ-૪, ધ્રુવસત્તાવાળી પ્રકૃતિ-૫, અધ્રુવસાવાળી પ્રકૃતિઓ-૬, ઘાતિ પ્રકૃતિએ-૭, અઘાતિ પ્રકૃતિએ-૮, પુણ્ય પ્રકૃતિઓ-૯, પાપ પ્રકૃતિએ-૧૦, પરાવર્તમાન પ્રકૃર્તિઓ-૧૧, અપરાવર્તમાન પ્રકૃતિઓ-૧૨, ક્ષેત્ર વિપાકી પ્રકૃતિઓ-૧૩, જીવવિપાકી પ્રકૃતિઓ-૧૪, ભાવવિપાકી પ્રકૃતિઓ-૧૫, પુદગલ વિપાકી પ્રકૃતિઓ-૧૬, પ્રકૃતિ બંધ-૧૭, રિથતિબંધ-૧૮, રસબંધ-૧૯. પ્રદેશ બંધ-૨૦, પ્રકૃતિબંધના સ્વામી–૨૧, સ્થિતિબંધના સ્વામી-૨૨, રસબંધના સ્વામી–૨૩, પ્રદેશબંધના સ્વામી–૨૪, ઉપશમ શ્રેણીનું સ્વરૂપ-૨૫, અને ક્ષેપક શ્રેણીનું સ્વરૂપ-૨૬, આ રીતે કર્મ વિષયક છવ્વીસ વસ્તુઓનું વિષયોનું નિરૂપણ આ કર્મ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. આ કર્મ ગ્રંથમાં નામ મુજબ ૧૦૦ ગાથાઓ છે. આ પાંચે ય કર્મ ગ્રંથ ઉપર પૂ. આચાર્ય દેવશ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજે પોતે જે વિસ્તૃત ટીકાની રચના કરી છે. પ્રાચીન ચાર કર્મગ્રંથ અને આ નવ્ય ચાર કર્મ ગ્રંથનો વિષય સમાન હોવા છતાં આ નવ્યકર્મ ગ્રંથ શ્રી સંઘમાં અત્યંત આદરણીય બન્યા, તેની પાછળ એ જ કારણ જણાય છે કે પ્રાચીન કર્મ ગ્રંથ કરતાં આ કર્મ ગ્રંથનું ગાથાની અપેક્ષાએ કદ ઘણું નાનું છે; તે છતાં ય પદાર્થોને સમાવેશ વિશેષ પ્રકારે કરાયો છે. અને શબ્દરચના ગોખવામાં અનુકુળ આવે તેવી છે. આ પાંચે ય કર્મ ગ્રંથો ઉપર પ્રાચીન ગુજરાતી ભાષામાં મુનિરાજ શ્રી જીવવિજ્યજી મહારાજે ટબ બનાવેલ છે. સંસ્કૃત-પ્રાકૃત ભાષાનું જ્ઞાન ન હોય તેવા જીવોને કર્મ સિદ્ધાંતનું–કર્મ ગ્રંથનું જ્ઞાન મેળવવામાં તે ઘણો જ સહાયક થાય તેવે છે. તેની અનેક આવૃત્તિઓ, શ્રેયસ્કરમંડળ મહેસાણા તરફથી બહાર પડેલ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 210