________________
સંખ્યાત અસંખ્યાત અને અનંતનું વર્ણન કરવામાં આવ્યું છે. આ કર્મ ગ્રંથની ગાથાઓ નામ મુજબ ૮૬ છે.
પાંચમા કર્મ ગ્રંથનું નામ “શતક” કર્મ ગ્રંથ છે. આ કર્મ ગ્રંથમાં કુલ્લે ૨૬ કારોનું–વિષયોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તેમાં ધ્રુવબંધી, અવશ્ય બંધાય. તેવી પ્રકૃતિ-૧, અદ્યુવબંધી, અવશ્યરૂપે ન બંધાય તેવી પ્રકૃતિઓ-ર, તેમજ. કુદી પ્રકૃતિઓ-૩, અશ્રુદયી પ્રકૃતિ-૪,
ધ્રુવસત્તાવાળી પ્રકૃતિ-૫, અધ્રુવસાવાળી પ્રકૃતિઓ-૬, ઘાતિ પ્રકૃતિએ-૭,
અઘાતિ પ્રકૃતિએ-૮, પુણ્ય પ્રકૃતિઓ-૯,
પાપ પ્રકૃતિએ-૧૦, પરાવર્તમાન પ્રકૃર્તિઓ-૧૧, અપરાવર્તમાન પ્રકૃતિઓ-૧૨, ક્ષેત્ર વિપાકી પ્રકૃતિઓ-૧૩, જીવવિપાકી પ્રકૃતિઓ-૧૪, ભાવવિપાકી પ્રકૃતિઓ-૧૫, પુદગલ વિપાકી પ્રકૃતિઓ-૧૬,
પ્રકૃતિ બંધ-૧૭, રિથતિબંધ-૧૮, રસબંધ-૧૯. પ્રદેશ બંધ-૨૦, પ્રકૃતિબંધના સ્વામી–૨૧, સ્થિતિબંધના સ્વામી-૨૨, રસબંધના સ્વામી–૨૩, પ્રદેશબંધના સ્વામી–૨૪,
ઉપશમ શ્રેણીનું સ્વરૂપ-૨૫, અને ક્ષેપક શ્રેણીનું સ્વરૂપ-૨૬, આ રીતે કર્મ વિષયક છવ્વીસ વસ્તુઓનું વિષયોનું નિરૂપણ આ કર્મ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. આ કર્મ ગ્રંથમાં નામ મુજબ ૧૦૦ ગાથાઓ છે.
આ પાંચે ય કર્મ ગ્રંથ ઉપર પૂ. આચાર્ય દેવશ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજે પોતે જે વિસ્તૃત ટીકાની રચના કરી છે. પ્રાચીન ચાર કર્મગ્રંથ અને આ નવ્ય ચાર કર્મ ગ્રંથનો વિષય સમાન હોવા છતાં આ નવ્યકર્મ ગ્રંથ શ્રી સંઘમાં અત્યંત આદરણીય બન્યા, તેની પાછળ એ જ કારણ જણાય છે કે પ્રાચીન કર્મ ગ્રંથ કરતાં આ કર્મ ગ્રંથનું ગાથાની અપેક્ષાએ કદ ઘણું નાનું છે; તે છતાં ય પદાર્થોને સમાવેશ વિશેષ પ્રકારે કરાયો છે. અને શબ્દરચના ગોખવામાં અનુકુળ આવે તેવી છે.
આ પાંચે ય કર્મ ગ્રંથો ઉપર પ્રાચીન ગુજરાતી ભાષામાં મુનિરાજ શ્રી જીવવિજ્યજી મહારાજે ટબ બનાવેલ છે. સંસ્કૃત-પ્રાકૃત ભાષાનું જ્ઞાન ન હોય તેવા જીવોને કર્મ સિદ્ધાંતનું–કર્મ ગ્રંથનું જ્ઞાન મેળવવામાં તે ઘણો જ સહાયક થાય તેવે છે. તેની અનેક આવૃત્તિઓ, શ્રેયસ્કરમંડળ મહેસાણા તરફથી બહાર પડેલ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org