Book Title: Karmgranth 04 by 01 Prashnottari Author(s): Narvahanvijay Publisher: Narvahanvijay View full book textPage 8
________________ લેવાય છે. તેમાં પ્રથમ કર્મ ગ્રંથનું નામ કર્મવિપાક છે. તેમાં નામ મુજબ આદ કર્મો અને તેના એક અઠ્ઠાવન પેટા ભેદોના વિપાકો / કાર્યોનું વર્ણન કરવામાં આવ્યું છે. જેની ૬૧ ગાથા છે. બીજા કર્મ ગ્રંથનું “કર્મ સ્તવ” નામ આપવામાં આવ્યું છે. તેમાં પહેલાથી ચૌદમાં ગુણસ્થાનક સુધીના ગુણસ્થાનમાં રહેલ આત્માને કયા કયા ગુણસ્થાનકે કઈ કઈ કર્મ પ્રકૃતિનો બંધ, ઉદય, ઉદીરણા અને સત્તા હોઇ શકે તેનું સ્પષ્ટ નિરૂપણ કરવામાં આવ્યું છે. આ કર્મગ્રંથની ૩૪ ગાથા છે. ત્રીજા કર્મ ગ્રંથનું નામ “બંધસ્વામિત્વ” છે. આ કર્મ ગ્રંથમાં ગતિ–૪, ઇંદ્રિય-પ, કાયા–પ, યોગ–૩, વેદ–૩, કપાય–જ, જ્ઞાન–૮, સંયમ-૭, દર્શન–૪, લેશ્યા-૬, ભવ્ય–અભવ્ય-૨, સમ્યકત્વ—દ, સંજ્ઞિ–અસંક્ષિ–૨ અને આહારિ—અણાહારિ–૨ એમ કુલ ચૌદ માર્ગ ણા સ્થાનના બાસઠ ઉત્તર ભેદો દર્શાવ્યા છે. અને કઈ કઈ માર્ગણામાં રહેલા જીવને બંધમાં વર્તતી ૧૨૦ કર્મપ્રકૃતિમાંથી કઇ કઈ કર્મ પ્રકૃતિનો બંધ હોય તેનું સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે. આ કર્મગ્રંથની માત્ર પચ્ચીશ જ ગાથા છે. ચેથા કર્મ ગ્રંથનું નામ “પડશીતિ” કર્મ ગ્રંથ રાખવામાં આવ્યું છે. આ કર્મ ગ્રંથમાં ચૌદ જીવના સ્થાનક–૧, ચૌદ માર્ગ શાસ્થાનક-૨, ચૌદ ગુણસ્થાનક–૩, બાર ઉપયોગ–૪, પંદર ગ–૫, છ લેશ્યા-૬, બંધના હેતુ, બંધ, ઉદય, ઉદીરણા, સત્તા-૭, અલ્પબદુત્વ-૮, ઔપશમિક વગેરે પાંચ ભાવ–૯, સંખ્યાત—અસંખ્યાત અનંતનો વિચાર–૧૦. આ રીતે દશ દ્વારની–વિષયોની વિચારણા વિસ્તારથી રજૂ કરવામાં આવી છે. તેમાં ય ચૌદ જીવસ્થાનકમાં કયા કયા જીવસ્થાનકમાં કેટલાં કેટલાં ગુણસ્થાનક, યોગ, ઉપયોગ, વેશ્યા, બંધ, ઉદય, ઉદીરણા અને સત્તા હેય તે આઠ વસ્તુની વિચારણા રજૂ કરી છે. ચૌદ માર્ગણાસ્થાનકો કે જેના બાસઠ પેટા ભેદો છે. દરેક ભેદમાં કયા કયા જીવના ભેદો, ગુણસ્થાનકો, યોગ, ઉપયોગ, વેશ્યા, અલ્પબદુત્વ હોય તેનું વર્ણન પણ કરવામાં આવ્યું છે. તેમજ ચૌદ ગુણસ્થાનકોમાં કયા કયા ગુણસ્થાનકે કેટલા જીવના ભેદ, યોગ, ઉપગ, વેશ્યા, બંધના હેતુઓ અને બંધ. ઉદય, ઉદીરણા સત્તા. હાય તથા તેનું કેવું અલ્પબદુત્વ હોય છે તેમજ ભવનું વર્ણન કરવામાં આવ્યું છે. અને અંતમાં Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 210