Book Title: Karmgranth 04 by 01 Prashnottari Author(s): Narvahanvijay Publisher: Narvahanvijay View full book textPage 6
________________ ચાલા કના મને જાણીએ અને ભેદીએ આત્માના વાસ્તવિક સ્વરૂપનું આવરણ કરનાર અને આત્માને અનાદિકાળથી સંસારમાં રઝળાવાર તત્ત્વ જો કોઈપણ હાય તો તે ક તત્ત્વ છે. આ કનો ચુંગાલમાં અનાદિ કાળથી ફસાયેલા આત્મા, પે!તાની અન ંતજ્ઞાનશકિતને ગુમાવીને અજ્ઞાની બન્યો. અનંતદનશકિતને ગુમાવીને અદની બન્યા. કોઇપણ જાતના દુ:ખના અંશમાત્રથી રહિત એવા શાશ્વતકાલિન સુખના સ્વામિત્વને ગુમાવીને સુખના ટુકડાની ભૂખમાં ભટકતા બન્યા. ક્ષાયિકદ નકિત અને અનંતચારિત્રને ગુમાવીને મિથ્યાદર્શન અને મિથ્યાચરણાને સેવ રહ્યો. અનામી-અરૂપી એવા આત્મા નવનવાં નામ અને રૂપને ધારણ કરનારો બન્યો; અમર અવસ્થાના માલિક મરણેાની પરંપરાના સર્જક બન્યો. ઉંચ-નીચપણાથી સર્વથા પર રહેવાના સ્વભાવવાળા આત્મા ઉંચ-નીચ અવસ્થામાં અટવાતે રહ્યો. અને તવીર્ય ના માલિક આત્મા સર્વથા રાંકડો, દીન અને હીન બન્યા. આ બધા જ પ્રભાવ છે કર્મના બંધને ને. જ્યાં સુધી આ બધના તુટે નહિ ત્યાં સુધી આત્માની ચેતના ગુંગળાયા કરવાનૌ કમેં સર્જેલ સંસારના ચારામાં વિવિધરૂપે ધારણ કરીને નવા નવા વેશ સજીને નાટકો કર્યા જ કરવાનાં -કર્મ નચાવે તમ હી જ નાચત માયાવશ નટચેરી” આ સ્થિતિમાંથી બહાર આવવાના એક જ ઉપાય છે કે જે કર્મા અનાદિથી આત્મા ઉપરથી સત્તા જમાવીને બેઠાં છે, તે કર્મની સત્તાને સમૂળા ઉચ્છેદ કરવે!! પણ...એ બને શી રીતે...? એ માટે તે કર્મ..., કર્મનું સ્વરૂપ.... કર્મના સિદ્ધાંત..., સમજવા જ પડે. જ્યાં સુધી આ બધુ ન સમજાય ત્યાં સુધી એને પરાભવ શી રીતે કરી શકાય ? શત્રુના ઉચ્છેદ માટે શત્રૂના વ્યુહને ઓળખવા જ પડે. એ માટે ક ના સિદ્ધાંતોને રજૂ કરતા ગ્રંથોનો અભ્યાસ કરવો પડે. જૈન દર્શનમાં કર્મના સિદ્ધાંતોનુ વિજ્ઞાન જેટલું મુક્ષ્મ, વિષ, ઉંડાણપૂર્ણ અને ગણિતબદ્ધ રીતે રજુ કરાયું છે, તેવું જગતના કોઈપણ દર્શનમાં રજુ કરાયુ નથી, કારણ કે જૈનદર્શનમાં રજુ કરાયેલ કર્મ સિદ્ધાંત સર્વજ્ઞપ્રણિત છે. આ કર્મ સિદ્ધાંતાના દ્વાદશાંગીમાં, પૂર્વમાં અને વર્તમાન આગમામાં અનેક સ્થળે નિરૂપવામાં આવ્યા છે. જે આત્માઓ આગમગ્રંથનું અધ્યયન કરવાના અધિકારી નથી તેવા આત્માઓ પણ આ કર્મના સિદ્ધાંતેના જ્ઞાતા બની શકે તે માટે તેમાંના ભાવાને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 210