Book Title: Karma Siddhi
Author(s): Premsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 14
________________ -~~ર્મસિદ્ધિઃ - णक्षणावच्छेदेनैव फलजनकत्वेन व्यवहितहेतोः फलपर्यन्तव्यापारव्याप्यत्वावधारणादत एव- अन्येषां मतेऽपि “स्वर्गकामो यजेत" इत्यत्रादृष्टद्वारा हेतुत्वकल्पनं सङ्गच्छते, तथा चोक्तमुदयनाचार्य:'चिरध्वस्तं फलायालं, न कर्मातिशयं विना।' इति | (ચાયવુસુમાગ્નની ૧-૧) ननूपादानकारणवैचित्र्यात् शरीरवैचित्र्यं शरीरवैचित्र्याच्च भोगતે જ ક્ષણે ફળનું જનક બની શકે. માટે પૂર્વભવની ક્રિયાને વિશ્વ વૈચિયનું અનંતર કારણ ન માની શકાય. તેથી એવો નિર્ણય થાય છે કે ફળ સુધીના વ્યાપારમાં વ્યાપ્યા એવો કોઈક વ્યવહિત હેતુ છે. ક્રિયા અને ફળની વચ્ચે એવો કોઈ હેતુ છે કે જે ક્રિયાથી અલગ છે અને ફલોપધાન કરાવે છે. માટે જ અન્યોના મતે પણ ‘સ્વર્ગની ઈચ્છાવાળો યજ્ઞ કરે' આ વિધાનમાં યજ્ઞ એ કર્મ દ્વારા સ્વર્ગનો હેતુ બને છે, આવી કલ્પના સંગત થાય છે. આશય એ છે કે યજ્ઞ તો પૂરો પણ થઈ જાય છે. અને હજી સ્વર્ગ તો મળતો નથી. તેથી યજ્ઞને સ્વર્ગનું કારણ શી રીતે કહી શકાય ? આ પ્રથાનું સમાધાન કર્મના સ્વીકારથી જ થઈ શકે છે. યજ્ઞથી કર્મની ઉત્પત્તિ થાય છે. અને તેના ફળ તરીકે સ્વર્ગપ્રાતિ થાય છે, આવું જૈનેતરો માને છે. ઉદયનાચાર્યે કહ્યું છે - જે ક્રિયા ઘણા સમય પૂર્વે જ ધ્વંસ પામી છે, તે કોઈ ‘અતિશય માન્યા વિના ફળ આપી શકે નહીં. પૂર્વપક્ષ :- જુઓ, શરીર જેમાંથી બને છે, તે તેનું ઉપાદાન કારણ છે, ઉપાદાનકારણની વિચિત્રતાથી શારીરિક વિચિત્રતા થાય છે. શારીરિક વિચિત્રતાથી વિષયોના ઉપભોગની વિચિત્રતા થાય છે. અને આત્માને શરીરનો સંયોગ છે તેનાથી આત્માને તે તે ફળ મળશે. તેથી અદષ્ટની કલ્પના કરવાનું શું કામ છે ? કર્મને માન્યા - - वैचित्र्यं शरीरसंयोगश्चात्मनीति किमदृष्टकल्पनयेति चेत् ? न, शरीरसंयोगस्यात्मनीवाकाशादावपि सत्त्वेन तत्रापि भोगापत्तेः, उपष्टम्भकसंयोगेन तस्य भोगनियामकत्वे तूपष्टम्भकसंयोगप्रयोजकतयवादृष्टसिद्धिः । तदुक्तं श्रीमद्भिः हरिभद्रसूरिपादैः शास्त्रवार्तासमुच्चये-(१-९१) “आत्मत्वेनाविशिष्टस्य, वैचित्र्यं तस्य यद्वशात्। નહિ તત્રિ-મષ્ટ હર્મજ્ઞતમાાાા ” ના વિના જ બધી વિચિત્રતાઓની સંગતિ થઈ જાય છે. ઉત્તરપક્ષ :- ના, શરીરનો સંયોગ તો જેવો આત્મામાં છે તેવો આકાશ વગેરેમાં પણ છે. તેથી જો શરીરસંયોગથી જ ભોગરૂપી ફળ મળતું હોય, તો આકાશાદિમાં પણ ભોગ માનવો પડશે. માટે શરીરસંયોગથી જ ફળ મળે છે, તેવું ન માની શકાય. પૂર્વપક્ષ :- અમે થોડો સુધારો કરીએ. માત્ર શરીરસંયોગ જ આત્માને ફળ આપે છે. તેમ નહીં, પણ જે ઉપખંભ કરે, કોઈ પણ સારી નરસી અસર કરે તેવો શરીરસંયોગ ભોગરૂપી ફળ આપે છે, તેમ અમે કહીશું. આવો શરીરસંયોગ તો આકાશમાં નહીં પણ આત્મામાં જ છે, માટે પૂર્વોક્ત દોષ નહી આવે. ઉત્તરપક્ષ :- શાબાશ, ઉપખંભક સંયોગથી જ ભોગ થાય, આવું માનીને તમે પોતે જ કર્મની સિદ્ધિ કરી દીધી છે. કારણ કે એ ઉપખંભક સંયોગ પણ આત્મામાં જ થાય અન્યત્ર નહીં એવું શી રીતે થાય ? આ શંકાના સમાધાનમાં એમ જ કહેવું પડશે કે આત્મામાં રહેલા કર્મો જ ઉપખંભક સંયોગના કારણ બને છે એ કર્મોના કારણે જ ઉપખંભક સંયોગ થાય છે. આ રીતે કર્મની સિદ્ધિ થઈ જાય છે. - પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજાએ શારાવાર્તા સમુચ્ચયમાં કહ્યું છે - ‘આત્મરૂપે દરેક જીવો સરખા જ હોવા છતાં પણ જેના કારણે મનુષ્યપણું વગેરે વિચિત્રતા થાય છે તે વિવિધ પ્રકારનું અદષ્ટ છે,

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90