Book Title: Karma Siddhi
Author(s): Premsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 87
________________ -~ ર્મસિદ્ધિ: - निर्हेतुकत्वाविशेषादिति चेत् ? न, कृतकत्वेन सादित्वेऽपि प्रवाहतोऽनादित्वात्। ननु नियतव्यक्त्यपेक्षया प्रवाहतोऽपि कृतकत्वेन कथमनादितेति चेत् ? न, अतीतकालवत् प्रवाहतोऽनादित्वात्, तथाहिअनुभूतवर्तमानभावेऽपि भूतकाल: प्रवाहतो यथाऽनादिः । तदुक्तम्“भवति स नामातीतः प्राप्तो यो नाम वर्तमानत्वम् । एष्यंश्च नाम स भवति यः प्राप्स्यति वर्तमानत्वम् ।।१।।" - તા तद्वत्कर्मणोऽपि प्रवाहतोऽनादित्वं भविष्यतीति। तथा चाहुः श्रीमद्धरिभद्रसूरिपादा: ઉત્તરપક્ષ :- કર્મ ભલે કૃતક હોવાથી સાદિ છે, પણ પ્રવાહથી તો અનાદિ જ છે. માટે તમે આપેલી આપત્તિ ઉચિત નથી. પૂર્વપક્ષ :- પ્રત્યેક કર્મનો વિચાર કરીએ તો પ્રવાહથી પણ કર્મ કૃતક જ સિદ્ધ થાય છે - દરેક કર્મને ક્યારેક ને ક્યારેક મિથ્યાત્વ વગેરે હેતુઓથી કરવામાં આવ્યું હતું. માટે કર્મ પ્રવાહથી પણ અનાદિ ન હોઈ શકે. ઉત્તરપક્ષ :- ના, કારણ કે જેમ ભૂતકાળ પ્રવાહથી અનાદિ છે તેમ કર્મ પણ પ્રવાહથી અનાદિ છે. તે આ પ્રમાણે – અતીતકાળની પ્રત્યેક ક્ષણ વર્તમાનપણું પામી હતી. તેમ છતાં પણ પ્રવાહથી તો અતીતકાળ અનાદિ જ છે. ભૂતકાળની પ્રથમ ક્ષણ કઈ ? આ પ્રશ્નનો કોઈ જ ઉત્તર નથી. તે જ રીતે કર્મ પણ પ્રવાહથી અનાદિ છે. કહ્યું પણ છે - “જેણે વર્તમાનપણું પામી લીધું છે, તે અતીત છે. અને જે વર્તમાનપણું પામશે એ ભવિષ્ય છે.” તે રીતે કર્મ પણ પ્રવાહથી અનાદિ સંગત થાય છે. પૂજ્યશ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ કહ્યું છે – સર્વ કર્મ કૃતક १५२ - ક્રર્મસિદ્ધિ:- * “सव्वं कयगं कम्मं णयादिमंतं पवाहरूवेण । કાનુન્યવત્તાતીતા સમય માં તારાતિા ननु कालस्य कथमनादित्वमिति चेत् ? ननु तर्हि कालस्य सादित्वे सति परिणामिकारणत्वाभावेन तस्य निर्हेतुकताप्रसङ्गः, तथा च सति निर्हेतुकत्वाविशेषेण खरशृङ्गवत् सर्वशून्यतापत्तेः। यद्वा परिणामिकारणाभावे शशशृङ्गादीनामप्युत्पत्तिः स्यात्, निर्हेतुकत्वाविशेषादिति। ननु कालसिद्धी प्रमाणाभावेन कुतस्तस्य निदर्शनसिद्धिरिति चेत् ? न, कालानभ्युपगमेऽतीतादिव्यवहाराभावप्रसङ्गात्, प्रतिनियतकालછે. પ્રવાહરૂપે અનાદિ છે. જેણે વર્તમાનપણાનો અનુભવ કર્યો છે, એવો ભૂતકાળનો સમય અહીં ઉદાહરણ છે. પૂર્વપક્ષ :- અમને તો હજી તમારું ઉદાહરણ જ સમજાતું નથી. કાળ અનાદિ શી રીતે હોઈ શકે ? ઉત્તરપક્ષ :- જો કાળને સાદિ માનો, તો કાળ પરિણામીકારણ નહીં રહે, તેથી તે નિર્દેતુક થઈ જશે. અને નિર્દેતુકપણું તો ગધેડાના શિંગડામાં પણ સમાન જ છે. તેથી તેની જેમ બધી જ વસ્તુ શૂન્યઅસત્ થઈ જવાની આપત્તિ આવશે. કોઈ પણ વસ્તુનું અવસ્થાન કોઈને કોઈ કાળમાં હોય છે. જો કાળ અસત્ છે, તો સર્વ વસ્તુઓ પણ અસત્ થઈ જશે. અથવા તો પરિણામકારણના અભાવે શશશૃંગ વગેરેની પણ ઉત્પત્તિ થઈ શકશે. કારણ કે ઉત્પત્તિ માટે કોઈને પરિણામી કારણની અપેક્ષા નહી રહે. જેમ અન્ય વસ્તુઓ નિર્દેતુક ઉત્પન્ન થશે, તેમ સમાનપણે શશશૃંગ પણ ઉત્પન્ન થઈ જશે. પૂર્વપક્ષ :- કાળની સિદ્ધિમાં કોઈ પ્રમાણ નથી. માટે તે દૃષ્ટાન્તની સિદ્ધિ શી રીતે થશે ? ઉત્તરપક્ષ :- ના, કારણ કે જો કાળને ન માનો તો અતીત

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90