Book Title: Karma Siddhi
Author(s): Premsuri
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
-~~ર્મસિદ્ધિ – च निष्कारणा वेदना स्वीकर्तव्येति वाच्यम्, सिद्धानामपि तत्प्रसङ्गात् । नन्वन्तर्वेदना लकुटघातादिजन्यबाह्यवेदनानिमित्तेति चेत् ? ननु तर्हि लकुटघातादिजन्यबाह्यवेदनाभावेऽन्तर्वेदना कथमनुभूयते ? ततस्तत्कारणभूतेन मध्येऽपि कर्मणा भाव्यमिति सिद्धोऽस्मत्पक्षः । ननु त्वक्पर्यन्तवर्त्यपि कर्म मध्येऽपि शूलादिवेदनां जनयति, न पुनः मध्ये कर्मेति चेत् ? ननु तर्हि यज्ञदत्तशरीरगतं कर्म देवदत्तशरीरवेदनामपि कथं न जनयति ? विभिन्नदेशस्थितत्वाविशेषात् । ननु त्वक्पर्यन्तवर्त्यपि कर्म શરીરની મધ્યે તો કર્મ છે જ નહીં.
પૂર્વપક્ષ :- ભલે ન હોય, એ વેદના નિષ્કારણ છે, એમ માની લેવું.
ઉત્તરપક્ષ :- ના, કારણ કે જો નિષ્કારણ પણ વેદના થતી હોય, તો સિદ્ધોને પણ વેદના થવાની આપત્તિ આવશે.
પૂર્વપક્ષ :- અમે આ આપત્તિનું નિવારણ કરી દઈએ છીએ. બાહ્યભાગે કોઈ લાકડી વગેરેથી પ્રહાર કરે, તેનાથી થયેલી બાહ્ય વેદનાને કારણે શરીરની અંદર વેદના થાય છે.
ઉત્તરપક્ષ :- સરસ, પણ જ્યારે લાકડીના પ્રહાર વગેરેથી બાહ્ય વેદના ન થઈ હોય, ત્યારે પણ શરીરની અંદર વેદના કેમ થાય છે ? થઈ ગયા ઢીલા ઘેસ ? માટે તે વેદનાનું કારણભૂત એવું કર્મ શરીરની મધ્યમાં પણ હોવું જોઈએ. આ રીતે અમારો પક્ષ સિદ્ધ થાય છે.
પૂર્વપક્ષ :- શરીરની વચ્ચે જે વેદના થાય છે, તેની સંગતિ કરવા માટે ત્યાં કર્મ માનવાની જરૂર નથી. ત્વચાપર્યત રહેલું કર્મ જ શરીરની વચ્ચે પણ શૂળ વગેરે વેદનાને ઉત્પન્ન કરે છે. એમ અમે માનશું.
ઉત્તરપક્ષ :- તો પછી યજ્ઞદત્તના શરીરમાં રહેલું કર્મ દેવદત્તના
१४८
સિદ્ધા-~~ यज्ञदत्तशरीरस्य बहिरन्तः सञ्चरति, तत उभयत्रापि वेदनां जनयति,न शरीरन्तरे, तत्र सञ्चरणाभावादिति चेत् ? न, कञ्चुकवत् बहिरेव तिष्ठतीति नियमस्य भङ्गप्रसङ्गात् । किञ्च सञ्चरणमपि न युज्यते, यतः सञ्चरणत्वस्वीकारे बहिरन्तः क्रमेण वेदना स्यात्, न चैवमुपलभ्यते, लकुटादिधाते सति युगपदुभयत्रापि वेदनादर्शनादिति। अपि च सञ्चरिष्णुकर्माभ्युपगमे भवान्तरं तन्नानुगच्छति, उच्छ्वासनिःश्वासानिलवत्, શરીરમાં કેમ વેદના ઉત્પન્ન કરતું નથી ? કારણ કે ત્વચાપર્યત રહેલું કર્મ વિભિન્ન દેશમાં પણ દુઃખ ઉત્પન્ન કરી શકે છે, તો જેમ શરીરનો મધ્યમભાગ વિભિન્નદેશ છે, તેમ સમાનરૂપે બીજાનું શરીર પણ વિભિન્નદેશ છે. માટે જેમ શરીરના મધ્યભાગરૂ૫ વિભિન્નદેશમાં કર્મ વેદના ઉત્પન્ન કરી શકે છે તેમ બીજાના શરીરરૂપ વિભિન્નદેશમાં પણ વેદના ઉત્પન્ન કરે, એવી આપત્તિ આવશે.
પૂર્વપક્ષ :- જુઓ, કર્મ ભલે ત્વચાપર્યત હોય, છતાં પણ તે યજ્ઞદતના શરીરની બહારના ભાગે અને અંદરના ભાગે સંચાર કરશે, માટે તે બહાર-અંદર બંને જગ્યાએ વેદના ઉત્પન્ન કરી શકશે. પણ અન્ય શરીરમાં વેદના ઉત્પન્ન નહીં કરી શકે. કારણ કે યજ્ઞદત્તનું કર્મ ત્યાં સંચાર કરતું નથી.
ઉત્તરપક્ષ :- ના, તમે આવી છટકબારીઓ ન રચી શકો કારણ કે ‘કર્મ કાંચળીની જેમ શરીરની બહાર જ રહે છે” એ નિયમનો ભંગ થવાની આપત્તિ આવશે. વળી કર્મનો સંચાર પણ ઘટતો નથી. કારણ કે જો સંચાર માનો તો બહાર અને અંદર ક્રમથી વેદના થવી જોઈએ, પણ એવો અનુભવ તો થતો નથી. કારણ કે લાકડી વગેરેનો પ્રહાર થાય, ત્યારે એક સાથે અંદર અને બહાર વેદના થતી હોય એવું જણાય છે.
વળી કર્મને સંચરણશીલ માનો તો તે પરલોકમાં સાથે નહીં

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90