________________
-~
ર્મસિદ્ધિઃ -
१४४
- - द्विधा भवति, कर्मणा सहाकाशेन च। यदाकाशेन सहावस्थानं तन्न वियुज्यते, सर्वाद्धामवस्थानात् । कर्मणा सहाविभागावस्थानं तदप्यभव्यानां न वियुज्यते, भव्यानां तु तथाविधज्ञानदर्शनचारित्रतपसामग्रीसद्भावे कर्मसंयोगो वियुज्यते, वन्यौषध्यादिसामग्रीसत्त्वे काञ्चनोपलयोः संयोगवदिति । तथाविधसामग्र्यभावे तु कदाचिद्भव्यानामपि कर्मवियोगो न भवति, 'नो चेव णं भवसिद्धियविरहिए लोए भविस्सइ' इति वचनात् । ननु तर्हि भव्याः कथं व्यपदिश्यन्त इति चेत् ? योग्यतामात्रेण, न च योग्यः सर्वोऽपि विवक्षितपर्यायेण युज्यते, तथाविधदारुपाषाणादीनां प्रतिमादिपर्याययोग्यानामपि तथाविधसामग्र्यभावतस्तदयोगात्। ततश्चा
भवद्भिः । तत एव जीवात् कर्म सर्वदापि नापति, कर्मापगमाभावे चानिशं जीवानां सकर्मकत्वे मोक्षाभावः। ननु तात्मप्रदेशः सह कर्मणां कमिव संसर्ग इति चेत् ? सर्पकञ्चुकवदिति ब्रूमः, यथाकञ्चुको विषधरमनुगच्छति, तथापि कालान्तरेण कञ्चुकं विषधरो मुञ्चति, एवं कर्मापि जीवमनुगच्छति स्थितिपरिपाकेन तु मुच्यत इति न मोक्षाभाव इति चेत् ? अत्रोच्यते, काञ्चनोपलयोरविभागेन स्थितयोरपि बियोगो दृष्टा, तद्वत्कर्मणोऽपि जीवेन सहाविभागेन स्थितस्य ज्ञानक्रियाभ्यां वियोगो भवति, यथा मिथ्यात्वादिबन्धहेतुभिरविभागेन संयोगो भवति तद्वद्वियोगोऽपि भवतीत्यर्थः । इदमत्र हृदयम्- जीवस्याविभागेनावस्थानं કર્મોનો અવિભાગ ઈચ્છો છો. માટે જ જીવથી કર્મ સદા માટે વિયુક્ત નહીં થાય. કર્મનો અપગમ નહીં થાય, એટલે સદા માટે જીવ સકર્મક જ રહેશે. આ રીતે મોક્ષનો અભાવ થશે.
શંકા :- તો પછી આત્મપ્રદેશોનો કર્મ સાથે જે સંસર્ગ છે, તે શેના જેવો છે ?
પૂર્વપક્ષ :- જેવો સાપ અને કાંચળીનો સંયોગ છે, તેવો આત્મા અને કર્મનો સંસર્ગ છે. જેમ કાંચળી સર્પને અનુસરે છે, આમ છતાં પણ સર્પ કાળાન્તરે કાંચળીને છોડી દે છે. એમ કર્મ પણ જીવને અનુસરે છે, સ્થિતિના પરિપાકથી કર્મ છૂટી જાય છે. આ રીતે મોક્ષનો અભાવ થવાની આપત્તિ નહીં આવે.
ઉત્તરપક્ષ :- સુવર્ણ અને શિલાકણો અવિભાગરૂપે રહેલા હોય, તો પણ તેમનો વિયોગ થાય છે એવું દેખાય છે. તે જ રીતે જીવ અને કર્મ અવિભાગથી રહ્યા હોવા છતાં પણ જ્ઞાન અને ક્રિયાથી તેમનો વિયોગ થાય છે. જેમ મિથ્યાત્વ વગેરે બંધના હેતુઓથી કર્મો જીવ સાથે અવિભાગપણે સંયુક્ત થાય છે. તે જ રીતે જ્ઞાન-ક્રિયારૂપ નિર્જરાના હેતુઓથી તેમનો વિયોગ પણ થાય છે.
આશય એ છે કે જીવનું અવિભાગપણે અવસ્થાન બે પ્રકારે થાય છે. (૧) કર્મ સાથે (૨) આકાશ સાથે. જે આકાશ સાથેનું અવસ્થાન છે, તે વિયુક્ત થતું નથી. કારણ કે તે સર્વ કાળે રહે છે. કર્મ સાથેનું જે અવસ્થાન છે, તે પણ અભવ્યોનું વિમુક્ત થતું નથી. ભવ્ય જીવોને તો તથાવિધ જ્ઞાન-દર્શન-ચાત્રિ અને તારૂપી સામગ્રીની હાજરીમાં કર્મસંયોગ છૂટી જાય છે. જેમ કે અગ્નિ, ઔષધિ વગેરે સામગ્રીની હાજરીમાં કંચન-શિલાકણનો સંયોગ છૂટી જાય છે.
તથાવિધ સામગ્રી ન મળે તો ક્યારેક ભવ્યજીવોને પણ કર્મવિયોગ થતો નથી. કારણ કે એવું આગમવચન છે કે – “લોક કદી પણ ભવ્યજીવોથી વિરહિત નહીં થાય.’
પૂર્વપક્ષ :- જો તેમને કર્મવિયોગ થતો નથી, તો તેમને ભવ્ય કેમ કહેવાય છે ?
ઉત્તરપક્ષ :- તેમનામાં તેવી યોગ્યતા છે. તેથી તેમને ભવ્ય કહેવાય છે. એવું નથી કે જે જે યોગ્ય હોય, એ સર્વ વિવક્ષિત પર્યાયથી જોડાય જ, જેમ કે તથાવિધ લાકડું કે પથ્થર હોય, તેમાંથી પ્રતિમા વગેરેની રચના થઈ શકે તેવી હોય, તેમને પણ તથાવિધ