Book Title: Karma Siddhi
Author(s): Premsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 81
________________ —ર્મસિદ્ધિઃ १३९ सह संसर्गाभावे देवदत्तशरीरोपघातो देवदत्तस्यापि दुःखादिकं न जनयेत् ?, संसर्गाभावत्वाविशेषात् तथा च सति दृष्टेष्टविरोधः । तथाहि - शरीरस्यानुग्रहादिनिमित्तत्वेनानुभवगम्याः सुखादयो दृष्टाः । न च शरीरानुग्रहादिनिमित्तान्यनिमित्तान्तरमिति वक्तुं शक्यते, शरीरानुग्रहादिनिमित्तेन सहान्वयव्यतिरेकदर्शनात्। अन्वयव्यतिरेकानुविधानेऽपि निमित्तान्तरमुपकल्पेत तर्हि सर्वत्र प्रतिनियतकार्यकारणभावोच्छेदप्रसङ्गः । तथा चोक्तम् - “ यस्मिन् सति भवत्येव यत्तत्ततोऽन्यकल्पने । તત્ત્વેતુત્વ ચ સર્વત્ર, હેતૂનામનસ્થિતિઃ।।9।। તિા ननु शरीरानुग्रहादिनिमित्तत्वाभावेऽपि प्रशान्तमनोयोगादिभावतोऽपि સ્થૂળ શરીર સાથે તેનો સંસર્ગ જ નથી. જેમ યજ્ઞદત્તના શરીર સાથે તેનો સંસર્ગ નથી, તેમ જ સમાનપણે પોતાના શરીર સાથે પણ તેનો સંસર્ગ નથી. અને આવું માનતા પ્રત્યક્ષ અને અશ્રુપગમનો વિરોઘ આવશે. તે આ પ્રમાણે – અનુભવગમ્ય એવા સુખ વગેરે શરીરના અનુગ્રહના કારણ છે, એવું જોવાયું છે. જે શરીરના અનુગ્રહમાં નિમિત્તો છે તે નિમિત્ત નથી એવું ન કહી શકાય. કારણ કે શરીરાનુગ્રહના નિમિત્ત સાથે તેમનો અન્વય-વ્યતિરેક જણાય છે. જો અન્વય-વ્યતિરેકનું અનુવિધાન જોવા મળતું હોવા છતાં પણ તેના અન્ય નિમિત્તની કલ્પના કરવામાં આવે, તો સર્વત્ર પ્રતિનિયત કાર્યકારણભાવનો ઉચ્છેદ થઈ જવાની આપત્તિ આવશે. કહ્યું પણ છે - - જેના હોતે છતે જે થાય જ છે, તેનાથી અન્ય કારણની કલ્પના કરીએ, તો સર્વત્ર તેને જ હેતુ માનવું પડશે. અને વિશ્વમાં કારણભાવની કોઈ વ્યવસ્થા જ નહીં રહે. પૂર્વપક્ષ :- શરીર પર અનુગ્રહ થાય એવું નિમિત્ત જે નથી, એવા પ્રશાંત મનોયોગ વગેરેના કારણે પણ સુખ વગેરે થાય છે એવું १४० ધર્મસિદ્ધિ શ सुखादयो दृष्टा इति चेत् ? न प्रशान्तचित्तादिभावतः सुखादीनां भावेनावश्यं शरीरस्यानुग्रहादिभावात् । ननु मनोयोगे सति कथं तनुयोगस्यानुग्रहादयः, विभिन्नद्रव्यत्वादिति चेत् ? सत्यम्, काययोगेनैव मनोयोगपुद्गलानां गृहीतत्वेन काययोगविशेष एव मनोयोगः स एव प्रशान्तचित्तादिः, ततो न दोष इति दृष्टविरोधः । तथेष्टविरोधोऽपि, तथाहि शरीरस्य पूजनव्यापत्ती आत्मनः सुखदुःखनिमित्ते इष्टे, आत्मशरीरयोरत्यन्तभेदे चेष्यमाणे न च ते युक्ते, न चेष्टापत्तिः कर्तुं જોવાયું છે. માટે શારીરિક અનુગ્રહનું કારણ જ સુખનું કારણ બને, એવો નિયમ ક્યાં રહ્યો ? ઉત્તરપક્ષ :- તમે વસ્તુસ્થિતિ સમજ્યા નથી. પ્રશાંત ચિત્ત વગેરેને કારણે સુખ વગેરે થાય છે. તેનાથી અવશ્ય શરીરના અનુગ્રહ વગેરે થાય છે. અહીં વગેરેથી એ સમજવાનું છે કે શોક, વૈમનસ્યથી દુઃખ થાય છે, તેનાથી અવશ્ય શરીર પર ઉપઘાત થાય છે. પૂર્વપક્ષ :- મનોયોગથી કાયયોગના અનુગ્રહ વગેરે શી રીતે થઈ શકે ? ઉત્તરપક્ષ :- તમારો પ્રશ્ન સાચો છે. પણ વાસ્તવમાં મનોયોગ એ કાયયોગનો જ એક પ્રકાર છે. કારણ કે મનોયોગના પુદ્ગલોનું ગ્રહણ કાયયોગથી જ થાય છે. આ રીતે પ્રશાંત ચિત્ત વગેરે પણ કાયયોગનો જ પ્રકાર છે. માટે સુખ વગેરેનું નિમિત્ત હોય તે શરીરને અનુગ્રહાદિ ન કરે એમ માનવામાં પ્રત્યક્ષવિરોધ છે જ. વળી અશ્રુપગમવિરોધ પણ છે, કારણ કે શરીરની પૂજા અને પીડા આત્માના સુખ-દુઃખના નિમિત્ત છે એવું ઈષ્ટ છે. જો આત્મા અને શરીરનો અત્યંત ભેદ હોય, તો તે ન ઘટે. પૂર્વપક્ષ :- ભલે ન ઘટે. શરીરની પૂજાદિ થાય, ત્યારે આત્માના

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90