Book Title: Karma Siddhi
Author(s): Premsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 35
________________ · कर्मसिद्धिः ४७ पक्षद्वयेऽपि स्वसिद्धान्तव्याकोपो वाच्यः । भिन्नो नित्य एकश्चेत् ? गुणगुणिनो जातिव्यक्त्या कियातिरसिद्धो सम्बन्धनियामकत्ये नातिरिक्तसमवायकल्पनमिव समवायस्यापि तत्त्वान्तरत्वेन तस्यापि सम्बन्धनियामकत्वेनातिरिक्ततत्त्वान्तरकल्पनापत्तिः । न च समवायः स्वरूपेणैव तत्र सम्बद्ध इति वाच्यम्, अयुतसिद्धयोरपि स्वरूपेणैव सम्बद्धत्वस्वीकारेणैव निर्वाहे सत्यतिरिक्तकल्पनायां मानाभावात्, वायौ रूपवत्ताबुद्धिप्रसङ्गश्च । भिन्नो नित्योऽनेकश्चेत् ? अनन्तसमवायापेक्षया लाघवेन વિકલ્પોમાં અપસિદ્ધાન્ત કહેવો. (ઉપરોક્તાનુસાર સમજી લેવો.) વળી ભિન્ન, નિત્ય અને એક હોય તો ગુણ-ગુણીનો, જાતિ-વ્યક્તિનો, ક્રિયા અને ક્રિયાવાનનો, અયુતસિદ્ધોનો જે સંબધ થાય છે, તે સંબંધનો નિયામક કોણ ? ગુણ ગુણીમાં સમવાયથી રહ્યો, પણ સમવાય શેનાથી રહેશે ? તેને રાખવા માટે તમારે અતિરિક્ત સમવાયની કલ્પના કરવી પડશે. વળી તેના સંબંધના પણ નિયામક તરીકે અતિરિક્ત તત્ત્વાન્તરની કલ્પના કરવી પડશે. પૂર્વપક્ષ :- અમારે સમવાયને રાખવા માટે બીજા કોઈ સંબંધનિયામકની કલ્પના કરવાની જરૂર નથી. કારણ કે સમવાય તો સ્વરૂપથી જ ત્યાં સંબદ્ધ છે. ઉત્તરપક્ષ :- શાબાશ, તો અયુતસિદ્ધો પણ ત્યાં સ્વરૂપથી જ સંબદ્ધ છે. એવું સ્વીકારવાથી જ કામ ચાલી જાય છે. માટે અતિરિક્તની કલ્પના કરવામાં કોઈ પ્રમાણ નથી. વળી સમવાય તો બધે રહેલો છે, તેથી તેના દ્વારા વાયુમાં રૂપ પણ રહી જશે. તેથી વાયુમાં રૂપ છે એવું માનવાની આપત્તિ આવશે. પૂર્વપક્ષ :- છોડો આ બધી માથાકૂટ. સમવાય ભિન્ન, નિત્ય અને અનેક છે, એવું અમે માનશું. ઉત્તરપક્ષ :- આ વિકલ્પમાં તો તમારે અનંત સમવાયોની કલ્પના કરવી પડશે. જેમાં સ્પષ્ટરૂપે ગૌરવ છે. માટે તેની અપેક્ષાએ ર્મસિદ્ધિઃ स्वरूपसम्बन्धकल्पनमेव न्याय्यम् । समवायसत्त्वेऽपि तत्सम्बन्धनियामकतत्त्वान्तरगवेषणाद्गाच्य अपि च दण्डादिसामग्रीसत्येऽवश्यं पटो भविष्यतीति न सम्यनिर्णयः, अपि तु सम्भावनैव सामग्रीसत्त्वेऽपि कदाचित् घटानुत्पत्तेरिति न दृष्टसिद्धिः अथ नियत्यनिश्वयेन कार्यजन्मनः पूर्वं प्रवृत्तिरेव न स्यादिति चेत् ? न, अविद्ययैव तत्र તો લાઘવથી સ્વરૂપસંબંધની કલ્પના કરીએ, ગુણ સમવાય વિના સ્વરૂપથી જ ગુણીમાં રહે છે, એમ માની લઈએ, તે જ ઉચિત છે. વળી સમવાય હોવા છતાં પણ તેના સંબંધનું નિયામક એવું તત્ત્વાન્તર તો શોધવું જ પડે છે. માટે પણ ગુણ સ્વરૂપસંબંધથી જ ગુણીમાં રહે છે, એમ માનવું ઉચિત છે. ૪૮ વળી તમે નિયતિની અવજ્ઞા કરીને સામગ્રીને હેતુ માનો છો. પણ દંડ વગેરે બધી સામગ્રી હાજર હોય તો પણ ‘ઘડો બનશે જ એવો બરાબર નિશ્વય થઈ શકતો નથી, પણ માત્ર સંભાવના જ થઈ શકે છે. કારણ કે ક્યારેક સામગ્રી હોવા છતા પણ ઘટની ઉત્પત્તિ થતી નથી. માટે દંડ વગેરે પ્રત્યક્ષ દેખાતી સામગ્રી જ હેતુ છે એવું સિદ્ધ થતું નથી. નિયતિ જ કાર્યોત્પત્તિમાં હેતુ છે એવું સિદ્ધ થાય છે. પૂર્વપક્ષ :- પણ છદ્મસ્થ વ્યક્તિને તો નિયતિનો નિશ્ચય જ નથી અને સામગ્રી તો હેતુ તરીકે અસિદ્ધ છે, એવું તમે કહો છો. તો આ રીતે તો કાર્યના ઉત્પાદ પૂર્વે કાર્યને ઉત્પન્ન કરવા માટે પ્રવૃત્તિ જ નહીં થાય. ઉત્તરપક્ષ :- ના, કારણ કે અવિધાથી જ તેમાં પ્રવૃત્તિ થશે. આશય એ છે કે ‘સામગ્રી હેતુ નથી, નિયતિ જ હેતુ છે’ આવું જ્ઞાન લોકોને હોતુ નથી. તેથી અજ્ઞાની લોકો કાર્યને ઉત્પન્ન કરવા માટે પ્રવૃત્તિ કરશે જ. પણ એટલા માત્રથી સામગ્રી હેતુ નહીં કહેવાય.

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90