Book Title: Karma Siddhi
Author(s): Premsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 57
________________ -~ ર્મસિદ્ધિ – भिन्नः, तथात्वे कारणमेव विचित्रतानियामकम्, न तद्गतस्वभावस्तस्मात्स्वभाववादो न वरीयानिति । एतेन कारणानुरूपमेव कार्य प्रभवति न हि यवबीजाकुराः गोधूमान् प्रदातुं प्रभवः, मनुष्यादिभवकारणं च पूर्वजन्म, तस्मात्परत्राप्येतद्भवतुल्यो भवः कल्प्यते, एवं यः पुरुषः स परत्रापि पुरुष एवैवं सर्वत्रापि बोध्यम् । तदुक्तम्“कारणसरिसं कज्जं बीजस्सेवंकुरो त्ति मण्णन्तो। इह भवसरिसं सव्वं जमवेसि परेवि।" इत्यादिप्रत्युक्तम्, विश्ववैचित्र्येऽदृष्टस्य कारणत्वाभिधानात् । तथापि વિચિત્રતાનો નિયામક થઈ જશે. કારણ કે ઘટકારણગતસ્વભાવ જો ઘટથી ભિન્ન હોવા છતાં પણ તેનો નિયામક થઈ શકે તો તેનું ભિન્નપણું તો પટથી પણ સમાન જ છે, માટે તે પટની વિચિત્રતાનો પણ નિયામક થઈ જાય એવી આપત્તિ આવે છે. કારણગત સ્વભાવ તેનાથી અભિન્ન છે, તેવું પણ ન કહી શકાય. કારણ કે તેવું માનતા કારણ જ વિચિત્રતાનું નિયામક ઠરે છે, કારણગત સ્વભાવ નહીં. માટે સ્વભાવવાદ જ્યેષ્ઠ નથી. સદેશ પરભવવાદ કારણને અનુરૂપ એવું જ કાર્ય ઉત્પન્ન થાય છે. જવના બીજઅંકુરો ઘઉં આપવા સમર્થ થતા નથી. મનુષ્યાદિ ભવનું કારણ છે પૂર્વજન્મ, માટે પરલોકમાં પણ આ ભવનો તુલ્ય એવો ભવ કપાય છે. આ રીતે જે પુરુષ છે તે પરલોકમાં પણ પુરુષ જ થાય છે. આ રીતે સર્વ સમજવું જોઈએ. તે કહ્યું પણ છે – જેમ સમાન જાતીય બીજથી જ સમાનજાતીય અંકુર થાય છે. તેમ દરેક કાર્ય કારણને અનુરૂપ જ હોય છે. આવું માનતો સદેશભરવાદી આ ભવને તુલ્ય એવું સર્વ પત્ર પણ માને છે. - વર્મસિદ્ધઃकिञ्चिदुच्यते, तथा हि- यच्चोक्तं कारणानुरूपमेव कार्य तदप्येकान्तेन न रमणीयम्, यत:- शृङ्गात् शर उत्पद्यते, सर्षपानुलिप्तात् शृङ्गात् धान्यसङ्घातः, दुर्वातो दूर्वा गोलोमाविलोमाभ्यामपि दूर्वोत्पद्यते, तथा विसदृशानेकद्रव्यसंयोगेन सर्पसिंहादिप्राणिनो मणिहेमादयश्चोत्पद्यन्ते । “जाइ सरो सिंगाओ भूतणओ सासवाणुलित्ताओ। संजायइ गोलोमाविलोमसंजोगओ दुव्वा ।।१।। इह रुक्खायुव्वेदे जोणिविहाणे य विसरिसेहितो। दीसइ जम्हा जम्मं सुहम्म ! तो नायमेगन्तो।।२।।" इति । સદશભવવાદ નિરાકરણ પૂર્વ ચર્ચાથી સદેશભવવાદનું પણ નિરાકરણ થઈ જાય છે. કારણ કે વિશ્વની વિચિત્રતાનું કારણ કર્મ છે એવું સિદ્ધ કર્યું છે. આમ છતાં પણ તે વિષે કાંઈક કહેવાય છે – તમે જે કહ્યું કે ‘કારણને અનુરૂપ જ કાર્ય થાય છે', તે એકાંતે સુંદર નથી. કારણ કે શૃંગમાંથી બાણ થાય છે. સરસવથી લેપેલા શૃંગમાંથી ઘા સમૂહ ઉત્પન્ન થાય છે. દૂર્વાથી તો દૂર્વા થાય જ છે. પણ ગાય અને બકરાની રુંવાટીમાંથી પણ દૂર્વા ઉત્પન્ન થાય છે. વળી ભિન્ન ભિન્ન એવા અનેક દ્રવ્યોના સંયોગથી સર્પ, સિંહાદિ પ્રાણીઓ તથા મણિ, સુવર્ણ વગેરે ઉત્પન્ન થાય છે. પૂર્વગત કૃતમાં એવી પ્રક્રિયાઓનું પણ નિરૂપણ હતું, કે અમુક ચૂર્ણ વગેરેના યોગથી સંમૂચ્છિમ સર્પ, સિંહ, માછલીઓ વગેરે તથા મણિ, સુવર્ણ વગેરે ઉત્પન્ન થઈ શકે. આ પ્રક્રિયામાં સર્પ વગેરે કાર્યની અપેક્ષાએ તેનું કારણ ચૂર્ણ વગેરે અત્યંત વિલક્ષણ હોય છે. કહ્યું પણ છે – “શૃંગમાંથી બાણ થાય છે, સરસવના લેપથી લેપેલા શૃંગથી ધાન્યસમૂહ થાય છે. ગાય અને બકરાના રુંવાટાના સંયોગથી દૂર્વા થાય છે. ll૧] આ રીતે વૃક્ષ-આયુર્વેદમાં અને યોનિવિધાનમાં (ચૂર્ણ વગેરે સર્પ આદિની

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90