Book Title: Karma Siddhi
Author(s): Premsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 60
________________ -~~ર્મસિદ્ધિઃ - पर्यायैर्युपरमति, उत्तरः सामान्यविशेषपर्यायैरुत्पद्यते, द्रव्यत्वेन तादवस्थ्यम् । तथैव प्रमेयत्वादिभिः सर्वेषां वस्तूनां साधर्म्यमात्मत्वादिभिः वैधर्म्यमेवमात्मनोऽपि स्वभिन्नजीवैः सहात्मत्वेन साधर्म्य स्वस्मिन्न वृत्तिज्ञानादिभिः सह वैधर्म्यम् । एवं सर्वत्रापि सादृश्यासादृश्यं वाच्यं न केवलं परत्रैवेति । सादृश्यमेव, वैसादृश्यमेव वेति तु भवितुं नैवार्हति, यत इहापि भवे बालत्वपर्यायं परित्यज्य यौवनपर्यायमनुभवति, यौवनपर्याय परित्यज्य वृद्धत्वपर्यायमनुभवतीति। किञ्च- यो यादृशः स परत्रापि तादृशश्चेत् ? ईश्वरदरिद्रकुलीनाकुलीनादिरूपेणोत्कर्षापकर्षां न स्याताम्, मा भूतां नः का क्षतिरिति चेत् ? दानादि-क्रियाणां निष्फलत्वापत्तिः, तथाहि- दानादिप्रवृत्तिरपि लोकानां देवादि-समृद्धात्मोत्कर्षार्थं भवति, उत्कर्षाभावे च यो दरिद्रः स दानतपोयात्रासंयमाद्यनुष्ठानं कृत्वापि સામાન્ય-વિશેષ પર્યાયોથી નાશ પામે છે, પછીના સામાન્ય-વિશેષ પર્યાયોથી ઉત્પન્ન થાય છે, અને દ્રવ્યરૂપે તદવસ્થ રહે છે. તે જ રીતે પ્રમેયત્વ, સત્વ વગેરે ધર્મોથી સર્વ વસ્તુઓમાં સાધર્મે છે. જીવત્વ વગેરે ધર્મોથી વૈધર્મ છે. આ રીતે સર્વત્ર સાદૃશ્ય અને અસાદેશ્ય સમજવું. માત્ર પરલોકમાં જ નહીં. ‘સાદૃશ્ય જ’ કે ‘વૈસાદેશ્ય જ’ આવો એકાંત તો ન જ થઈ શકે. કારણ કે આ ભવમાં પણ બાળપણનો પર્યાય છોડીને યૌવનનો પર્યાય અનુભવે છે. યૌવનનો પર્યાય છોડીને વૃદ્ધપણાનો પર્યાય અનુભવે છે. વળી જો જે જેવો હોય, તે પરલોકમાં પણ તેવો જ થાય તો શ્રીમંત, ગરીબ, કુલીન, અકુલીન વગેરે રૂપે ઉત્કર્ષ અને અપકર્ષ ન થાય. પૂર્વપક્ષ :- ભલે ને ન થાય, અમને શું વાંધો છે ? ઉત્તરપક્ષ :- એનાથી દાન વગેરે ક્રિયાઓ નિષ્ફળ થઈ જવાની આપત્તિ છે, તે આ પ્રમાણે – દાનાદિની પ્રવૃત્તિ પણ દેવ વગેરે સિદ્ધઃपरत्र दरिद्र एव स्यात्, तथा च सति दानादिक्रिया निष्फलतां प्राप्ता । एवं यो बालः स तव मते कदापि यौवनमपि न प्राप्नुयात् । युवा च वृद्धत्वं, किं बहुना ? सर्वेऽपि स्तनपायिन एव तव मते प्राप्नुयुः,न चैवं दृश्यते । तस्मात् - “यो यादृशः स तादृश एव परत्रापि" - इति मुञ्च स्वाग्रहमिति। एवं समयादिकालोऽपि न विश्ववैचित्र्ये हेतुः, समयादेः कस्यचिद्वस्तुनोऽनुत्पत्तेः, अन्यथा विवक्षितसमयादी कार्यान्तरोत्पादप्रसङ्गः । नारेकणीयं च तत्क्षणवृत्तिकार्ये तत्पूर्वक्षणत्वेन हेतुत्वमुक्तमेवेति, अग्रेतनभाविनः तत्क्षणवृत्तित्वस्यैव फलत आपाद्यत्वात, तत्क्षणवृत्तिकार्ये સમૃદ્ધ પર્યાયરૂ૫ આત્મોત્કર્ષ માટે લોકો કરે છે. જો દાનથી ઉત્કર્ષ ન થતો હોય, તો જે દરિદ્ર છે, તે દાન, તપ,યાત્રા, સંયમ વગેરે અનુષ્ઠાન કરીને પણ દરિદ્ર જ રહેશે, અને તેવું થવાથી દાન વગેરે ક્રિયાઓ નિષ્ફળ થઈ જશે. વળી જે બાલ છે તે તમારા મતે કદી પણ યુવાન નહીં થાય. યુવાન કદી પણ વૃદ્ધ નહીં થાય. અરે, વધુ શું કહીએ ? તમારા મતે તો બધા સ્તનપાન કરનારા જ રહેશે. પણ એવું તો દેખાતું નથી. માટે “જે જેવો હોય તેવો જ પરલોકમાં પણ થાય છે, એવો સ્વાગ્રહ છોડી દે. કાળવાદનિરાકરણ એમ સમય વગેરે કાળ પણ વિશ્વની વિચિત્રતાનું કારણ નથી. કારણ કે સમય વગેરેથી કોઈ વસ્તુની ઉત્પત્તિ થતી નથી. અન્યથા વિવક્ષિત ક્ષણ વગેરે સમયમાં અમુક કાર્ય ઉત્પન્ન થાય જ એવી આપત્તિ આવશે. પૂર્વપક્ષ :- અમે કહ્યું તો હતું, કે તે ક્ષણમાં વૃત્તિ એવા કાર્ય પ્રત્યે તેની પૂર્વેક્ષણ રૂપે કાળ હેતુ બને છે. ઉત્તરપક્ષ :- ના, આ રીતે કાર્યકારણભાવ બનાવવાથી પણ

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90