Book Title: Karma Siddhi
Author(s): Premsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 66
________________ —ર્મસિદ્ધિ द्रूपजीवनप्रत्यासत्तिः प्रतिभासते क्षारभूमी, न तु सर्वथाऽविद्यमानो धर्मः । श्रुतेरपि द्वैतव्याप्यत्वेनाद्वैतं प्रति प्रामाण्यासम्भवेन वाच्यवाचकभावस्य द्वैतरूपेण प्रतिभासादिति दिक् । तच्चादृष्टं पौद्गलिकम् । अत्र वेदान्तिनश्चर्चयन्ति - नन्वविद्यावरणमेव कर्म, न पौद्गलिकम, मूर्तेन कर्मणा रूपातीतविज्ञानस्यावारयितुमशक्यत्वात्, अन्यथा शरीरादेरप्यावारकत्वप्रसङ्गः स्यादिति चेत् ? न मूर्त्तेनापि मदिरादिना रूपातीतविज्ञानस्यावारकत्वदर्शनात् । अमूर्ताया अविद्याया आवारकत्वे અત્યંત અસત્ એવો ધર્મ તો હોતો જ નથી. રણમાં જે મૃગજળ ભાસે છે તે અન્યત્ર વિધમાન સપ એવા જળનો આભાસ હોય છે. પણ તે સર્વથા અવિધમાન ધર્મ હોતો નથી. વળી શ્રુતિ પણ દ્વૈતને વ્યાપ્ય છે. માટે તે અદ્વૈતને સિદ્ધ કરનારું આગમપ્રમાણ ન બની શકે. શ્રુતિમાં જે શબ્દો છે તે વાચક છે અને તેનો જે અર્થ છે તે વાચ્ય છે. આ રીતે વાચ્ય-વાચકભાવનો સંબંધ દ્વૈતરૂપે ભાસે છે. માટે શ્રુતિ સ્વયં દ્વૈતને સિદ્ધ કરે છે. તો તે અદ્વૈતને શી રીતે પૂરવાર કરી શકે ? આ પ્રમાણે અહીં દિશાસૂચન કર્યું છે. સ્યાદ્વાદરત્નાકર, સંમતિતર્ક વગેરે ગ્રંથોમાં આ વિષયનો વિસ્તાર છે. તે કર્મ પૌદ્ગલિક છે. આ વિષયમાં વેદાંતીઓ ચર્ચા કરે છે પૂર્વપક્ષ (વેદાંતીઓ) :- અવિધારૂપી આવરણ તે જ કર્મ છે. કર્મ પૌદ્ગલિક નથી. કારણ કે મૂર્ત એવા કર્મથી અમૂર્ત એવા વિજ્ઞાનને આવૃત્ત ન કરી શકાય. જો અમૂર્ત વસ્તુથી પણ વિજ્ઞાન ઢંકાઈ જતું હોય, તો શરીર, વસ્ત્ર વગેરેથી પણ વિજ્ઞાન ઢંકાઈ જશે. પણ એ તો તમને પણ માન્ય નથી. માટે કર્મને મૂર્ત માનવું ઉચિત નથી. ઉત્તરપક્ષ :- મદિરા મૂર્ત હોય છે. તો પણ તેનાથી અમૂર્ત એવું વિજ્ઞાન આવૃત થઈ જાય છે. અર્થાત્ મદિરાપાનથી વિજ્ઞાન ઢંકાઈ જાય છે. માટે મૂર્ત વસ્તુ વિજ્ઞાનને આવૃત્ત ન કરી શકે, એવો કોઈ १०९ कर्मसिद्धिः ११० तु गगनादेरप्यावारकत्वमविद्यावत् स्यात्, अमूर्तत्वाविशेषात् । ज्ञानाविरुद्धत्वेन गगनस्य नावारकत्वमिति चेत् ? तर्हि ज्ञानाविरोधित्वात् शरीरस्यापि मा भूदावारकत्वं विरुद्धस्यावारकत्वप्रसिद्धेः न च मिथ्याज्ञानोदये प्रवाहेण प्रवर्तमानस्य ज्ञानादेर्निरोधादविद्याया एव ज्ञानविरोधित्वं न गगनादेरिति वक्तव्यम्, पौद्गलिककर्मोदये प्रवाहेण प्रवर्तमानस्य ज्ञानादे: ( निरोधभावात्तस्य ?) शरीरेण सह विरोधाभावात् तथा चानुमानप्रयोगः - आत्मनो मिथ्याज्ञानादि: पुद्गलविशेषसम्बन्धनिबन्धनः, નિયમ નથી. વળી અવિધા અમૂર્ત હોવાથી આવારક બની શકતી હોય તો ગગન પણ આવાક બની જશે, કારણ કે તે પણ અમૂર્ત છે. અવિધા અને આકાશમાં અમૂર્તપણું તો સમાનરૂપે જ રહેલું છે. પૂર્વપક્ષ :- અવિધા જ્ઞાનની વિરુદ્ધ છે. માટે તે આવારક બનશે. આકાશ એ જ્ઞાનની વિરુદ્ધ નથી. માટે એ આવાક નહીં બને. ઉત્તરપક્ષ :- શાબાશ, આ જ કારણથી શરીર, વસ્ત્ર વગેરે પણ આવારક નહીં બને. કારણ કે તે જ્ઞાનથી વિરુદ્ધ નથી. માટે “જો મૂર્ત કર્મ આવારક બને, તો શરીરાદિ પણ આવારક બનશે' આવો તમારો કુતર્ક તમારા વચનથી જ સમાપ્ત થઈ જાય છે. પૂર્વપક્ષ :- તમે પહેલા જરા સમજો, પછી અમારા પર દોષારોપણ કરજો. પ્રવાહથી પ્રવૃત્તિ કરતું જે જ્ઞાન વગેરે હોય તેનો મિથ્યાજ્ઞાનના ઉદયમાં નિરોધ થાય છે. માટે અવિધા જ જ્ઞાનની વિરોઘી છે, આકાશાદિ નહીં. ઉત્તરપક્ષ :- ના, કારણ કે પૌદ્ગલિક એવા કર્મનો ઉદય થાય, ત્યારે જ પ્રવાહથી પ્રવૃત્તિ કરતા એવા જ્ઞાનાદિનો નિરોધ થાય છે. માટે શરીર સાથે જ્ઞાનાદિનો વિરોધ નથી. અહીં આ મુજબ અનુમાન પ્રયોગ છે –

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90