________________
-~ ર્મસિદ્ધિ – कर्मत्वं तस्येत्यारेकणीयम्, एवं रीत्या प्रधानस्यैव बन्धमोक्षयोः सम्भवेनात्मकल्पनाया वैयर्थ्यप्रसङ्गात् । न च बन्धमोक्षफलानुभवस्यात्मनि प्रतिष्ठानान्न तत्कल्पनावैयर्थ्यप्रसङ्ग इति वाच्यम्, वक्ष्यमाणानुमानेन प्रधानस्य तत्कर्तृत्ववत्तभोक्तृत्वप्रसङ्गात्, अन्यथा कृतनाशाकृताभ्युपगमप्रसङ्गः। अत्र प्रयोग:-प्रधानं बन्धफलानुभोक्तृ बन्धाधिकरणत्वात् कारागारबद्धतस्करवत् । न चात्मनः चेतनत्वाद भोक्तत्वं न प्रधानस्येति
પૂર્વપક્ષ :- જુઓ. એ આત્માના પારતંગનું નિમિત્ત ભલે ન બને, એ પ્રધાનના પારતંગનું નિમિત છે, એટલે એનું કર્મપણું કહી શકાશે.
ઉત્તરપક્ષ :- ના, કારણ કે આ રીતે તો પ્રધાનનું જ બંધન અને મુક્તિ સંભવશે, માટે આત્માની કલાના વ્યર્થ થઈ જશે.
પૂર્વપક્ષ :- તમે અમારું ગહન તત્ત્વજ્ઞાન સમજતા નથી. બંધ અને મોક્ષના ફળનો અનુભવ તો આત્મામાં પ્રતિષ્ઠિત છે. માટે આત્માની કલાના વ્યર્થ થવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી.
ઉતરપક્ષ :- ના, કારણ કે અમે હવે જે અનુમાન કરીએ છીએ, તેના દ્વારા પ્રદાન કર્યા છે, તો પ્રધાન જ ભોક્તા ઠરે છે. જો આવું ન માનો તો બે દોષ આવશે.
(૧) કૃતનાશ :- પ્રધાને કર્યું, પણ તેને ફળ ન મળ્યું. (૨) અકૃતાગમ :- આત્માએ કર્યું નહીં, તો ય તેને ફળ મળ્યું.
‘જે કરે એ ભોગવે આ જ સનાતન ન્યાય છે. માટે તમારી વાત ઉચિત નથી. અહીં અનુમાન પ્રયોગ આ મુજબ છે –
પ્રતિજ્ઞા :- પ્રધાન બંધના ફળને ભોગવે છે. હેતુ :- કારણ કે તે બંધાય છે. દૃષ્ટાન્ત :- જેલમાં બાંધેલા ચોરની જેમ.
પૂર્વપક્ષ :- અરે, પણ આત્મા જ ચેતન છે. માટે તે જ ભોક્તા થઈ શકશે, પ્રધાન નહીં.
- શર્મસિદ્ધઃवक्तव्यम्, मुक्तात्मनोऽपि कर्मफलानुभवप्रसङ्गात् । ननु मुक्तात्मनः प्रधानसंसर्गाभावात् न फलानुभवनमिति चेत् ? तर्हि संसारिण एव प्रधानसंसर्गात् बन्धफलानुभवनं प्राप्तं तथा चात्मन एव बन्धः सिद्धः, बन्धफलानुभवनिमित्तस्य प्रधानसंसर्गस्य बन्धरूपत्वाद् बन्धस्यैव संसर्गः, पुद्गलस्य च प्रधानमिति नामान्तरमेव कृतं स्यादिति दिक् ।
कर्मणां पौद्गलिकत्वे सिद्धे तेषामनन्तशक्तिमत्त्वेन विचित्रतापि नानुपपन्ना । तत्तत्कर्मणां विशिष्यादृष्टहेतुत्वस्यावश्यकत्वेन वैजात्यकल्पने
ઉત્તરપક્ષ :- આત્મા કર્તા ન હોય તો કદી ભોક્તા ન થઈ શકે. અન્યથા મુક્ત જીવો પણ કર્મફળના ભોક્તા થઈ જવાની આપત્તિ આવે.
પૂર્વપક્ષ :- મુક્ત આત્માઓને પ્રધાનનો સંસર્ગ નથી. માટે તેઓ કર્મના ફળને નહીં અનુભવે.
ઉત્તરપક્ષ :- શાબાશ, તો એનો અર્થ એ જ છે કે સંસારી જીવને જ પ્રધાનના સંસર્ગથી બંધના ફળનો અનુભવ થાય છે. આ રીતે આત્મા જ બંધાય છે એવું સિદ્ધ થયું. બંધના ફળનો જે અનુભવ થાય છે, તેનું નિમિત્ત છે પ્રધાનસંસર્ગ. એ જ બંધરૂપ છે. માટે બંધનો જ સંસર્ગ થાય છે.
આ રીતે તો તમે પૌગલિક એવા કર્મનું ‘પ્રધાન’ એવું બીજું નામ જ પાડ્યું છે. વિશેષ કશું કર્યું નથી. આ પ્રમાણે અહીં દિશાસૂચન કર્યું છે.
કર્મો પૌદ્ગલિક છે એવું સિદ્ધ થયું એટલે તેઓ અનંત શક્તિ ધરાવતા હોવાથી વિચિત્રતાવાળા છે એ પણ સંગત થઈ જાય છે.
પૂર્વપક્ષ (નૈયાયિક) :- તમે કર્મોમાં ભેદો માન્યા છે જેમ કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય વગેરે. પણ એના માટે તો તમારે જ્ઞાનપત્યનીકતા વગેરે તે તે ક્રિયા દ્વારા વિશેષરૂપે તે તે કર્મ બંધાય છે એવું માનવું જરૂરી બને છે. માટે કર્મોમાં આવા ભેદો છે = વૈજાત્ય