Book Title: Karma Siddhi
Author(s): Premsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 76
________________ ? રૂ - રિદ્ધિ:-- ઋદ્ધિઃ - सति वास्यवासकभावसम्बन्धोऽपि नानुपपन्नः, अवृक्षव्यावृत्त्या वृक्षत्वसामान्यवद् वासनायाः परिकल्पितत्वेन भेदाभेदोक्तदोषावकाशोऽपि नेति चेत् ? न, वासनायाः कल्पितत्वेन व्यवहारानङ्गत्वात्, अन्यथा कल्पितस्य गगनारविन्दस्यापि व्यवहारप्रसङ्गात् । तदुक्तम् - “सिय वासणातो गम्मइ, सा वासगवासणिज्जभावेण । जुत्ता समेच्च दोण्हं, न तु जम्माणंतरहतस्स ।।१।। સમજી શકીએ. પણ કોઈ ને કોઈ રીતે વાસ્યમાં વાસનાનો સંક્રમ થાય જ છે. એમ માનવું જ પડશે. અને એ રીતે વાસ્ય-વાસકપણાનો સંબંધ પણ ઘટી જશે. વળી અમારો અતિ ગૂઢ સિદ્ધાન્ત તો એ જ છે કે વાસના જેવું પામોર્થિક તત્ત્વ જ નથી. જેમ તૈયાયિક દર્શને માનેલું ‘સામાન્ય’ નામનું તત્ત્વ વાસ્તવમાં હોતું જ નથી. વૃક્ષત્વ સામાન્ય એ શું છે – અવૃક્ષથી વ્યાવૃત્તિ રૂ૫ છે. એ કોઈ પૃથક વસ્તુ નથી. પરિકલ્પિત છે. તે જ રીતે વાસના પણ પરિકલ્પિત છે. માટે તમે વાસના ભિન્ન છે કે અભિન્ન આવા પક્ષો પાડીને જે દોષારોપણ કરો છો, તેનો પણ કોઈ અવકાશ નથી. કારણ કે પરિકલ્પિત વસ્તુમાં આવા કોઈ વિકલ્પો હોતા જ નથી. ઉત્તરપક્ષ :- ના, કારણ કે જો વાસના પરિકલ્પિત જ હોય, તો તે કોઈ પણ વ્યવહારનું માધ્યમ નહીં બને. જો પરિકલ્પિત વસ્તુ પણ વ્યવહારનું અંગ બનતી હોય, તો આકાશકમળ પણ વ્યવહારનું અંગ બની જશે. આ જ ચર્ચા શાસ્ત્રમાં આ રીતે કહી છે - જો એમ કહો કે વાસનાથી સંસ્કારસંક્રમ થાય છે, તો વાસકવાસનીયભાવથી બે સાથે હોય તો જ વાસના સંભવે છે. પણ જે ઉત્પન્ન થવા પછી તરત જ વિનાશ પામી જાય, તેનામાં વાસના सा वासणातो भिन्नाऽभिन्ना व हवेज्ज ? भेदपखंमि । को तीए तस्स जोगो, तस्सुण्णो वासइ कहं च ।।२।। अह णो भिन्ना कह तीए,संकमो होइ वासणिज्जम्मि ?। तदभावम्मि य तत्तो, णो जुत्ता वासना तस्स ।।३।। सति यण्णय पसिद्धी, पक्खंतरमो य नत्थि इह अण्णं। परिकप्पिता तई अह, ववहारंगं ततो कह णु।।४।।" इति । तदेवं वासनारूपमपि कर्म न भवति । ननु मास्तु वासनारूपं कर्म आत्मशक्तिरूपत्वस्वीकारे का क्षतिरिति चेत् ? ननु साऽऽत्मनो भिन्नाऽभिन्ना वा ?, अभिन्ना चेत ? आत्मस्वरूपैव, भिन्ना चेत ? जन्याऽजन्या वा ?, जन्या चेत् ? तदुत्पत्ताववश्यमात्मव्यतिरिक्तं ઘટતી નથી. III વળી વાસક એ વાસનાથી ભિન્ન માનશો કે અભિન્ન ? ભેદપક્ષે તો વાસકનો વાસનાથી કયો યોગ છે ? અને યોગશૂન્ય એવો તે શી રીતે વાસિત કરશે ? llll જો ભિન્ન નથી, તો વાસ્યમાં તેનો સંક્રમ શી રીતે થશે ? અને જો સંક્રમ ન થાય તો તેની વાસના યુક્ત નથી. llall જો એમ કહો કે વાસકાદિ તો પ્રસિદ્ધ જ છે. અને ભેદાભેદ સિવાય કોઈ અન્ય પક્ષ નથી. માટે વાસના પરિકલ્પિત છે. તો પરિકલ્પિત વાસના વ્યવહારનું અંગ શી રીતે બને ? llઝા આ રીતે વાસનારૂપ પણ કર્મ નથી. પૂર્વપક્ષ :- વાસનારૂપ કર્મ ભલે ન હોય, અમે આત્મશક્તિરૂપ કર્મ માનશું. તેવું માનવામાં શું ક્ષતિ છે ? ઉત્તરપક્ષ :- અચ્છા, તો એ આત્મશક્તિ આત્માથી ભિન્ન છે કે અભિન્ન ? જો અભિન્ન હોય તો એ આત્મા જ છે. અન્ય કોઈ આત્મશક્તિ જેવી વસ્તુ જ નથી. અને જો ભિન્ન હોય તો એ જન્ય

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90